ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્યારે આવશે 24મો હપ્તો? PM કિસાન પર આવી સૌથી મોટી અપડેટ
Last Updated: 02:12 PM, 24 October 2026
ADVERTISEMENT
ખેડૂત પરિવારો માટે મોટા સમાચાર છે, દિવાળી પહેલાં તમારા ખાતામાં 2,000 રૂપિયા જમા થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાના આગામી એટલે કે 24મા હપ્તા માટેની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. આ 24મા હપ્તા અંતર્ગત, 30 ઓક્ટોબરના રોજ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
ADVERTISEMENT
આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે. 2,000 નો દરેક હપ્તો સીધો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો કે, જે ખેડૂતોએ હજુ સુધી તેમનું ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કર્યું નથી, તેમણે વહેલી તકે તે પૂર્ણ કરી લેવું જોઈએ. જો તમારું ઈ-કેવાયસી અથવા અન્ય માહિતી ખોટી હશે, તો તમને આ રકમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

ADVERTISEMENT
ખેડૂતોના ખાતામાં આવશે 2-2 હજાર રુપિયા
પીએમ કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિને 2000 રૂપિયાનો હપ્તો મળે છે. ખેડૂતો 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, પીએમ કિસાન યોજનાના સત્તાવાર 'X' હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ હપ્તો જારી કરવાની તારીખ 30 ઓક્ટોબર જાહેર કરવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓએ ખાતરી કરી લેવી જોઈએ કે તેમના બેંક ખાતાની વિગતો સચોટ છે અને તેમનું e-KYC પૂર્ણ થયેલું છે. જો વિગતોમાં કોઈ વિસંગતતા હોય અથવા કોઈ આવશ્યક પ્રક્રિયા અધૂરી હોય, તો હપ્તો અટકી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ RBI ભરતી 2027નું કેલેન્ડર જાહેર, જુઓ કઈ એક્ઝામ ક્યારે?
આ રીતે ચેક કરો પોતાના હપ્તાનું સ્ટેટસ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો