બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFOમાં મોટો ફેરફાર, હવે ડોક્યુમેન્ટ વગર પણ અપડેટ થઈ જશે આટલી માહિતી
Last Updated: 08:20 PM, 23 January 2025
હવેની આ અપડેટ મુજબ, કોઈ પણ સભ્યો દસ્તાવેજો સબમિટ કર્યા વિના નામ, જન્મ તારીખ, જાતિ, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, લગ્નની સ્થિતિ, જીવનસાથીનું નામ અને બીજી ઘણી માહિતીમાં તમે સરળતાથી ફેરફાર કરી શકો છો. બીજું કે, હવે કર્મચારીઓ સરળતાથી EPFO પ્રોફાઇલ અપડેટ કરી શકશે. આ માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે નહીં. EPFOના આ નિર્ણયથી પેન્ડિંગ અરજીઓ ધરાવતા 3.9 લાખ સભ્યોને ફાયદો થશે.
ADVERTISEMENT

કઈ માહિતી અપડેટ કરી શકાય છે?
ADVERTISEMENT
EPFO સિસ્ટમમાં ઘણા અપડેટ્સ આવ્યા છે. નવીનતમ અપડેટ એ છે કે, સભ્યો કોઈપણ દસ્તાવેજો સબમિટ કર્યા વિના નામ, જન્મ તારીખ, જાતિ, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, લગ્નની સ્થિતિ, જીવનસાથીનું નામબીજી ઘણી માહિતીમાં સરળતાથી સંપાદિત કરી શકાય છે અને અન્ય માહિતી પણ ઉમેરી શકાય છે.
વધુ વાંચો: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા આટલું ખાસ નોંધી લે, નહીંતર ખરાબ થઇ જશે સિબિલ સ્કોર
ADVERTISEMENT
કોને મળશે આ સુવિધા?
EPFOએ માહિતી આપી છે કે, આ સુવિધા એવા સભ્યો માટે છે જેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ની ચકાસણી આધાર સાથે કરવામાં આવી છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ફરિયાદો ઘટાડવા અને પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરવાનો છે. અગાઉ ફેરફાર માટે એમ્પ્લોયર પાસેથી વેરીફાઈ કરવાની આવશ્યકતા હતી, જેમાં લગભગ 28 દિવસનો સમય લાગતો હતો. બીજું કે, આ સુવિધામાં આધાર કાર્ડ અને પાન કાર્ડનું લિંક હોવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
શું હશે પ્રક્રિયાઃ
પ્રોફાઇલ ફેરફારો માટે, સભ્યએ દસ્તાવેજો સબમિટ કરવા અને એમ્પ્લોયરની મંજૂરીની રાહ જોવી પડશે નહીં. આ માટે UAN ને આધાર સાથે લિંક કરવું પડશે. સભ્યોએ EPFO પોર્ટલ અથવા UMANG એપમાં લોગ ઈન કરીને અપડેટ્સ માટેની પ્રક્રિયા કરવી પડશે.
ADVERTISEMENT

કેવી રીતે અપડેટ કરવું?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.