બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પશુપાલકો પોતાનો હક માંગવા ગયા પરંતુ મળ્યું મોત, આ મામલો સંસદમાં ઉઠાવીશ
Last Updated: 05:24 PM, 20 July 2025
ADVERTISEMENT
Sabar Dairy : સાબરડેરી વિવાદ હાલ ગુજરાતનો સૌથી વધારે ચર્ચિત મામલો બની ચુક્યો છે. અનેક ભાજપનાં જ ધારાસભ્યો પશુપાલકોના ન્યાય માટે સરકારને પણ પત્રો લખી ચુક્યા છે અને પાર્ટી લાઇનથી હટીને પશુપાલકોનું સમર્થન કરવા માટે મજબુર બન્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ વિશાળ પશુપાલન સંમેલનની જાહેરાત કરી દીધી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ આ સંમેલનમાં હાજર રહેવાનાં છે. આમ આદમી પાર્ટી દ્વારા તમામ પશુપાલકોને આ સંમેલનમા 23 તારીખે હાજર રહેવા માટે આહ્વાન કરવામા આવ્યું હતું. જો કે કોંગ્રેસ નેતાઓ દ્વાર સમગ્ર મામલે ટ્વીટ સિવાય કોઇ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો કે આખરે કોંગ્રેસ હવે જાગી ચુક્યું છે.
સાબરડેરી મામલે પશુપાલકોને બાંહેધરી
ADVERTISEMENT
સાબર ડેરી મામલે ગેનીબેન ઠાકોરે પશુપાલકોને બાંહેધરી આપી હતી કે તેઓ સમગ્ર મામલો દેશની સંસદમાં ઉઠાવશે. આ ઉપરાંત તેઓએ સાબરકાંઠામાં પશુપાલકો સાથે મુલાકાત પણ યોજી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર મામલે સમગ્ર ગુજરાત કોંગ્રેસ નેતાઓની પડખે ઉભી છે. પશુપાલકોના હિત માટે રાજ્ય સ્તરે પણ અમારા ધારાસભ્યો લડાઇ લડશે અને વિધાનસભામાં સમગ્ર મામલો ગઝવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે એક સાંસદ તરીકે હું આ સમગ્ર મામલો ઉઠાવીશ. તનાશાહી સરકારની કોઇ પણ દમનકારી નીતિ ચલાવી લેવામાં આવશે નહી. જોરશોરથી વિરોધ કરીશું.
આ પણ વાંચો : રાજ ઠાકરે વિરૂદ્ધ ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદારો મેદાને પડ્યાં, ઋષિકેશ પટેલે કહ્યું 'અયોગ્ય'
ADVERTISEMENT
સમગ્ર મામલો સંસદમાં ઉઠાવીશ
આ ઉપરાંગ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, પશુપાલક કે જે દેશનાં અનેક રાજ્યોને દુધ પહોંચાડે છે તેને આ ડેરી દુખ પહોંચાડી રહી છે. સાબરડેરી મામલે પોતાનો હક માંગવા માટે ગયેલા ગરીબ પશુપાલકો સાથે સરકારે જે ક્રૂરતા કરી તે ખુબ જ નિંદનિય ઘટના છે. આગામી સાંસદ સત્રમાં બનાસકાંઠાના સાંસદ તરીકે હું આ મામલો સંસદમાં ઉઠાવીશ અને અન્યાય સામે અવાજ ઉઠાવીને જ જંપીશ. તમામ પશુપાલક, ખેડૂત, દલિત, વંચીત કે પીડિતોની સાથે કોંગ્રેસ હંમેશાની જેમ જ ઉભી રહેશે. પશુપાલકો ઉપર થયેલા લાઠીચાર્જ, ભાવ ફેરથી વંચિત સહિતના મુદ્દાઓ મામલે સંસદમાં ઉઠાવાશે.
ADVERTISEMENT
સાબરડેરીમાં ચાલી રહ્યો છે વિવાદ
વર્ષે 9500 કરોડ કરતા પણ વધારે રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં એક પશુપાલકે જીવ ગુમાવ્યો હતો જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત છે. તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી રહ્યા છે. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરવાની ડેરીને ફરજ પડી છે. સાબર ડેરીમાં 15 લાખ લીટર દુધની આવક ઘટી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.