ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજ ઠાકરે વિરૂદ્ધ ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદારો મેદાને પડ્યાં, ઋષિકેશ પટેલે કહ્યું 'અયોગ્ય'
Last Updated: 03:43 PM, 20 July 2025
ADVERTISEMENT
હાલ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બિનમરાઠી ભાષા બોલનારા લોકો પર દબાણ અને હુમલાના મુદ્દા વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેનાં વિવાદિત નિવેદને રાજકીય તાપમાન વધાર્યું છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ વિષે અપમાનજનક ટિપ્પણી કરી હતી. રાજ ઠાકરેના આ નિવેદનને લઈ ગુજરાતમાં ઉગ્ર વિરોધ શરૂ થયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિશેષ કરીને પાટીદાર સમાજ અને અનેક ગુજરાતી સંગઠનો તરફથી ઠેર ઠેર વિરોધ દેખાડવામાં આવ્યો છે. મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે આવેદનપત્ર આપી રાજ્યમાં રાજ ઠાકરેનાં પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવવામાં આવી છે.

ADVERTISEMENT
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ ઠાકરેજીના નિવેદનનો કડકશબ્દોમાં વિરોધ કર્યો. તેમણે સાબરકાંઠામાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાજ ઠાકરે પોતાની રાજનીતિ મહારાષ્ટ્રમાં કરે. સરદાર પટેલ સમગ્ર ભારતના લોખંડી પુરુષ છે અને ગુજરાતની ધરતી ઉપર રાજકીય ધૂળ ઊડાડવા આવશે તો તેનો પણ યોગ્ય જવાબ મળશે.”
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, “સરદાર પટેલ હોય કે મહાત્મા ગાંધી, બંનેએ દેશ માટે ત્યાગ અને સેવા કરી છે. આવા રાષ્ટ્રીય નેતાઓ અંગે રાજકીય ઉદ્દેશથી પ્રેરિત નિવેદન કરવું યોગ્ય નથી. દરેક રાષ્ટ્રીય વિભૂતિએ દેશ માટે બલિદાન આપ્યું છે, જેનાથી કોઈ ઈન્કાર ન કરી શકે.”
આ પણ વાંચો : VIDEO: માઉન્ટ આબુમાં બચ્ચાંઓ સાથે રીંછ રસ્તા પર આવી ચડ્યું, વીડિયો વાયરલ
ADVERTISEMENT
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામબાપાએ પણ એંધાણપૂર્વક જણાવ્યું કે, “સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ છે. કોઈપણ રાષ્ટ્રીય વ્યક્તિ વિશે અપમાનજનક ટિપ્પણી કરવી અયોગ્ય છે. રાજ ઠાકરે જેવા જવાબદાર નેતાએ આવી વાતો ટાળવી જોઈએ. આજે 21મી સદીમાં આવી ભાષા કે પ્રાંતવાદના મુદ્દા ન ઉછાળવા જોઈએ.” રાજ ઠાકરેના નિવેદનથી ઉદભવેલા વિવાદે ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઘમાસાણ મચાવી દીધું છે. હવે જોવું એ રહ્યું કે રાજ ઠાકરે આ મામલે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital