ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: માઉન્ટ આબુમાં બચ્ચાંઓ સાથે રીંછ રસ્તા પર આવી ચડ્યું, વીડિયો વાયરલ

અદ્ભુત / VIDEO: માઉન્ટ આબુમાં બચ્ચાંઓ સાથે રીંછ રસ્તા પર આવી ચડ્યું, વીડિયો વાયરલ

Published By: Nidhi Panchal

Last Updated: 03:16 PM, 20 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદી માહોલમાં પ્રવાસીઓ માણી રહ્યા હતા કુદરતના દ્રશ્યો...એજ સમયે રસ્તા પર દેખાઈ એક રીંછ માતા તેના બે બચ્ચાઓ સાથે...

ADVERTISEMENT

માઉન્ટ આબુમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતના અદભુત દ્રશ્યોનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તળાવમાં બોટિંગનો આનંદ, પર્વતોમાંથી વહેતા ઝરણાંમાં સ્નાન અને વાદળોથી ઘેરાયેલું ઠંડુગર વાતાવરણ—આ તમામ મૌસમને યાદગાર બનાવી રહ્યા છે.

mount-abu

આ દરમ્યાન એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું, જે પ્રવાસીઓ માટે નવાઇનું કારણ બન્યું. માઉન્ટ આબુના જંગલ વિસ્તારમાંથી એક રીંછ રસ્તા ઉપર આવી ગયું હતું. રસપ્રદ વાત એ હતી કે આ રીંછ એક માતા હતી અને તે તેના બે નાના બચ્ચાઓ સાથે હતી. જ્યારે આ રીંછ માર્ગ પર આગળ વધી રહી હતી, ત્યારે ત્યાંથી કેટલીક કારો પસાર થઈ રહી હતી. પ્રવાસીઓ માટે આ દ્રશ્ય આશ્ચર્યજનક તો હતું જ, સાથે જ થોડીક ભયાનક પણ લાગણી હતી.

app promo3

રીંછ તેના બચ્ચાઓ સાથે ધીરે ધીરે રસ્તો પાર કરી રહી હતી અને કોઈને નુકસાન પહોંચાડ્યા વગર જંગલ તરફ આગળ વધી ગઈ. તેણે સંપૂર્ણ શાંતિથી રસ્તો પાર કર્યો અને તે દ્રશ્યને જોતાં ત્યાં ઉભેલા પ્રવાસીઓના થોડી વાર માટે એક મૌન છવાઈ ગયું. અનેક પ્રવાસીઓએ આ અદભુત નજારો પોતાના મોબાઇલમાં કેદ પણ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Video: રસ્તાઓ નદી બન્યા, તો કોઇક તણાતું દેખાયું, જુઓ અજમેર જળબંબાકારના આકાશી દ્રશ્યો

જાણકારોના મતે, વરસાદી ઋતુ દરમિયાન જંગલમાં ખોરાકની ખેંચ અને ઠંડકને કારણે અનેક વન્ય જીવો રસ્તા કે માનવ વસાહતો તરફ આવી જતા હોય છે. પરંતુ એ પણ મહત્વપૂર્ણ છે કે પ્રવાસીઓએ આવા સમયે સાવચેત રહેવું જોઈએ અને જંગલી જાનવરો સાથે અંતર જાળવી રાખવું જોઈએ. એક તરફ વરસાદી ધૂમ્મસ, વાદળો ધરતી પર ઉતર્યાં હોય એવા દ્રશ્યો, અને બીજી તરફ રીંછ માતા સાથેના આ કુદરતી ક્ષણ આ બધું મળીને માઉન્ટ આબુની યાત્રાને યાદગાર બનાવી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mount Abu rain bear with cubs Mount Abu bear

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ