બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: રસ્તાઓ નદી બન્યા, તો કોઇક તણાતું દેખાયું, જુઓ અજમેર જળબંબાકારના આકાશી દ્રશ્યો

તબાહી / Video: રસ્તાઓ નદી બન્યા, તો કોઇક તણાતું દેખાયું, જુઓ અજમેર જળબંબાકારના આકાશી દ્રશ્યો

Nidhi Panchal

Last Updated: 02:55 PM, 20 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજમેરમાં એક રાતે વરસાદે આમાજમ મચાવી… પાણીના પ્રવાહે લોકો વહેવા લાગ્યા અને તળાવ ઓવરફ્લો થવા લાગ્યાં! એક તરફ જીવ બચાવવાની દોડ, તો બીજી તરફ ત્રણ નિર્દોષ બાળાઓના મોતે ગામ શોકમાં ડૂબ્યું…

શુક્રવારે રાત્રે અજમેર શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે અસર પહોંચાડી છે. ખાસ કરીને દરગાહ બજાર વિસ્તારમાં વરસાદ પછી પાણી ભરાઈ જતા તીવ્ર પ્રવાહ સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, કેટલાક લોકો આ જોરદાર પ્રવાહમાં વહેવા લાગ્યા હતા. ત્યારે દુકાનદારો અને સ્થાનિક લોકોએ તરત દોરડા ફેંકીને તેમને બચાવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે.

ajmeer

અજમેરના કિશનગઢ નજીકના ઊંટડા ગામમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ બાળાઓ નાળામાં ડૂબી જવાથી તેમનો મોત થયો છે. ચોથી એક છોકરીને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવી છે અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસથી અજમેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ થતાં વિવિધ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોના ઘરો અને માર્ગો પર ભારે અસર જોવા મળી રહી છે.

લગભગ 20 ઘરોમાં પાણી

કેરીયોં કી ધાની વિસ્તારમાં લગભગ 20 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તે જ રીતે વૈશાલી નગર અને સાગર વિહાર કોલોનીમાં પણ પાણી ભરાવાના કારણે લોકોને દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનાસાગર તળાવનું પાણીનું સ્તર પણ ભયજનક સપાટી ઉપર પહોંચી ગયું છે. તેની ભરણ ક્ષમતા 13 ફૂટ છે જ્યારે હાલમાં તે 15 ફૂટ 11 ઇંચ સુધી પહોંચી ગયું છે. વરુણ સાગર તળાવ પણ ઓવરફ્લો થવા લાગ્યું છે.

રાત્રીના સમયે આટલો વરસાદ

શહેરમાં રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી 64 મીમી વરસાદ પડ્યો હતો. તળાવમાંથી પાણીના નિકાલ માટે બજરંગગઢથી ફાઉન્ટેન સર્કલ સુધીનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોને 500 મીટરના અંતર માટે 2 કિમીનો ચક્કર લગાવવો પડે છે.

app promo3

આ પણ વાંચો : 'લવ જેહાદ માત્ર કાયદાકીય શબ્દ નહીં, પરંતુ...', અને કોર્ટે આરોપીને ફટકારી 7 વર્ષની સજા

પરિસ્થિતિની ગંભીરતા જોતા કલેક્ટર લોકબંધ અને અધિકારીઓએ રાત્રે જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નાગરિક સંરક્ષણ અને SDRF ટીમોને તૈનાત કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ પણ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને લોકોની સ્થિતિની સમીક્ષા કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajmer flood 2025 Ajmer rain Anasagar lake overflow
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ