બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / Gautam Raghavan Gay Indian American appointed by president elect Joe Biden in the white house senior staff

નિમણુક / મૂળ ભારતીય સમલૈંગિક રાઘવનની જો બાયડને મહત્વના પદે કરી નિમણૂક, જાણો આ પદના પાવર્સ

Shalin

Last Updated: 05:08 PM, 23 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો બાયડન અને તેમનો રાજકીય પક્ષ ડેમોક્રેટિક પાર્ટી જાતિ, રંગ, રાષ્ટ્રીયતા કે લૈંગિક ભેદભાવ વગર લોકોને તેમના સ્ટાફમાં જોડવા માટે ચર્ચામાં આવ્યો છે.

USAની અગામી બાયડન સરકારના સ્ટાફમાં ઘણા ભારતીયોને સ્થાન મળ્યું છે. આ ભારતીયોમાં સૌથી વધુ ચર્ચિત બાયડનની આગામી સરકારના ઓફિસ ઓફ પ્રેસિડેન્શ્યલ પર્સનલ એટલે કે નિમણુક કમિટીના ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ રાઘવન છે. આ ખાતાનું મુખ્ય કામ રાષ્ટ્રપતિન વતી અલગ અલગ ઓફિસમાં અલગ અલગ 4000 જગ્યાઓએ જે તે વ્યક્તિઓની નિમણુક કરવાનું હોય છે. 

ગૌતમ રાઘવન પોતે LGBTQ કોમ્યુનિટીના સભ્ય છે

નોંધનીય છે કે ગૌતમ રાઘવન પોતે LGBTQ કોમ્યુનિટીના સભ્ય છે. તેઓ સમલૈંગિક છે અને તેઓ તેમના પતિ એન્ડી સાથે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DCમાં રહે છે. તેમને એક પુત્રી પણ છે.

Source : Twitter

 આ અગત્યના પદો ઉપર ફરજ બજાવી ચુક્યા છે

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાઘવન અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલના સ્ટાફના ચીફ તરીકે ફરજ બજાવતા હતા. આ પહેલા ઓબામાં સરકારમાં તેઓ લાયેઝનિંગ કમિટીમાં એસોસિએટ ડાયરેક્ટર ફરજ બજાવતા હતા. તેઓ આ ગાળામાં LGBTQ કોમ્યુનિટી, એશિયન અમેરિકન, પેસિફિક ટાપુના મૂળના લોકોની કોમ્યુનિટીનું લાયેઝનિંગ કરતા હતા. 

ગૌતમ રાઘવનનો જન્મ ભારતમાં થયો છે અને તેઓ સિએટલમાં ઉછર્યા છે. તેઓ પ્રતિષ્ઠિત સ્ટેનફર્ડ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા છે. તેઓ બાયડન ફાઉન્ડેશનના કન્સલ્ટન્ટ તરીકે કામ કરી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ