બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ગેસ ગીઝર કે ઇલેક્ટ્રિક ગીઝર? જાણો બેમાંથી સૌથી વધારે બચત શેમાં થશે, ખરીદતા પહેલા આ જાણી લેજો
Last Updated: 10:52 AM, 26 October 2024
શિયાળામાં ઘણા લોકો પોતાના ઘરે ગીઝર લગાવવાનો પ્લાન બનાવતા હોય છે. સામાન્ય રીતે ઘરોમાં ગેસ ગીઝર અને ઈલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ગેસ ગીઝર અને ઈલેક્ટ્રિક ગીઝર બન્ને ગરમ પાણી આપે છે. પરંતુ શું તમે જાણો છો કે બન્નેમાંથી કયુ ગીઝર વધારે ફાયદાકારક છે?
ADVERTISEMENT

Gas Geyserના ફાયદા અને નુકસાન
ADVERTISEMENT
ઝડપથી ગરમ કરે છે પાણી
ગેસ ગીઝર પાણીને ખૂબ જ ઝડપથી ગરમ કરી દે છે. જેથી તમને તરત જ ગરમ પાણી મળવા લાગે છે.
ADVERTISEMENT
ઓછો ખર્ચ
જો તમે એલપીજી ગેસ યુઝ કરો છો તો ગેસ ગીઝર સામાન્ય રીતે ઈલેક્ટ્રિક ગીઝરની તુલનામાં ઓછું ખર્ચાળ છે.
ADVERTISEMENT
પાવર કટની સમસ્યા નહીં
પાવર કટ હોય તો પણ તમે ગેસ ગીઝરનો યુઝ કરી શકો છો.
ADVERTISEMENT

સુરક્ષાની ચિંતા
ADVERTISEMENT
ગેસ ગીઝરમાં ગેસ લીક થવાનો ખતરો રહે છે.
ઈન્સ્ટોલેશન કોસ્ટ
ગેસ ગીઝરમાં ગેસ પાઈપલાઈન લગાવવામાં વધારે ખર્ચ આવી શકે છે.
નિયમિત મેન્ટેન્સ
ગેસ ગીઝરને નિયમિત રીતે સાફ કરાવવું અને તેની તપાસ કરાવવી પડે છે.

Electric Geyserના ફાયદા અને નુકસાન
સુરક્ષિત
તેમાં ગેસ લીક થવાનો ખતરો નથી.
સરળ ઈન્સ્ટોલેશન
ઈલેક્ટ્રિક ગીઝરને ઈન્સ્ટોલ કરાવવું સરળ હોય છે.
વિવિધ પ્રકાર
ઈલેક્ટ્રિક ગીઝર ઘણા પ્રકારના હોય છે જેમકે સ્ટોરેજ ટાઈપ અને ઈન્સ્ટન્ટ ટાઈપ.

પાણી ધીમે ગરમ થાય છે
સ્ટોરેજ ટાઈપ ઈલેક્ટ્રિક ગીઝરને પાણી ગરમ કરવામાં થોડો સમય લાગી શકે છે.
વિજળીની ખપત
ઈલેક્ટ્રિક ગીઝર વિજળીનો વધારે ઉપયોગ કરે છે. જેનાથી વિજળીનું બિલ વધી શકે છે.
પાવર કટની ઈફેક્ટ
પાવર કટ થવા પર ઈલેક્ટ્રિક ગીઝર કામ નથી કરતું.

કયુ ગીઝર વધારે ફાયદાકારક ?
જો તમે એલપીજી ગેસનો યુઝ કરો છો તો ગેસ ગીઝર ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે પાઈપલાઈન ગેસનો ઉપયોગ કરો છો તો ઈલેક્ટ્રિક ગીઝર વધારે ફાયદાકારક હોઈ શકે છે.
પાણીનો વપરાશ
તમે કેટલા ગરમ પાણીનો ઉપયોગ કરો છો તે એક મહત્વપૂર્ણ પાસુ છે.
વિજળીના ભાવ
વિજળીના ભાવ પણ ખર્ચને પ્રભાવિત કરી શકે છે.

ગીઝરનો પ્રકાર
ઈલેક્ટ્રિક ગીઝરમાં સ્ટોરેજ ટાઈપ અને ઈન્સ્ટન્ટ ટાઈપ બન્ને હોય છે. સ્ટોરેજ ટાઈપ ગીઝર વધારે પાણી ગરમ કરે છે પરંતુ વધારે વિજળી પણ ખપત કરે છે.
વધુ વાંચો: શુક્ર-શનિની શુભ દ્રષ્ટિથી માલામાલ થઇ જશે આ રાશિના જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને!

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.