બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શુક્ર-શનિની શુભ દ્રષ્ટિથી માલામાલ થઇ જશે આ રાશિના જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને!

જ્યોતિષ શાસ્ત્ર / શુક્ર-શનિની શુભ દ્રષ્ટિથી માલામાલ થઇ જશે આ રાશિના જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને!

Last Updated: 09:47 AM, 26 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zodiac Signs: ગ્રહોની ચાલમાં ફેરફાર આવવાથી બની રહેલા યોગ સંયોગ માટે ઓક્ટોબર 2024નો મહિનો ખૂબ જ ખાસ છે. આ મહિનાના અમુક ખાસ ગ્રહોની યુતિઓ અને સંયોગથી બધી રાશિઓના જીવન પર ઉંડો પ્રભાવ પડશે.

ઓક્ટોબર 2024નો મહિનો ગ્રહોના ગોચરનો ખાસ મહિનો માનવામાં આવી રહ્યો છે. 27 ઓક્ટોબર 2024 શુક્રનો જ્યેષ્ઠામાં પ્રેવશ થશે. તો આજ દિવસે સૂર્ય અને ચન્દ્ર વૈધૃતિ યોગથી મહાપાત દોષનું નિર્માણ કરશે. જ્યારે 27 તારીખે બુધ અને ગુરૂ ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે.

guru-grah

28 ઓક્ટોબરે ગ્રહોના સેનાપતિ મંગળદેવ પોતાના નક્ષત્ર પરિવર્તનથી પુષ્યમાં ગોચર કરશે. જ્યારે આ દિવસે શુક્ર અને શનિ પણ ખૂબ જ શુભદાયી કેન્દ્ર દષ્ટિ યોગ બનાવશે. તેના બાદ વરૂણ ગ્રહ બુધવારે 30 ઓક્ટોબરે નક્ષત્ર પરિવર્તન કરી પૂર્વા ભાદ્રપદમાં ગોચર કરશે.

શુક્ર-શનિની કેન્દ્ર દ્રષ્ટિની રાશિઓ પર અસર

01. Mesh

મેષ

શુક્ર-શનિની કેન્દ્ર દષ્ટિના સારા અવસરથી તમારા વેપારમાં નવા અવસર ખુલશે. પાર્ટનરશિપનો લાભ થશે અને આવકમાં વધારો થશે. રોકાણનો પણ સારો લાભ મળી શકે છે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પારિવારિક જીવનમાં બધાની સાથે સંબંધોમાં મધુરતા આવશે.

02. Vrushabh

વૃષભ

વેપારમાં સ્થિરતા આવશે. જુના રોકાણથી સારો લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રગતિના અવસર મળશે. સાથે કામ કરનારની સાથે સંબંધ મધૂર રહેશે. વેપારીઓ યાત્રાઓમાં સફળ થશે. નવા વેપારિક સંબંધ બનવાના યોગ છે. તમે સામાજિક કાર્યોમાં ભાગ લેશો. તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે. લાઈફ પાર્ટનરની સાથે સંબંધોમાં મિઠાશ આવશે.

MITHUN-4

મિથુન

વેપારમાં નવી ઉર્જાનો સંચાર થશે. નવા વેપારી સમજોતા થશે. જેનાથી આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. તેનાથી તમારી આવકના સ્ત્રોત ખુલશે. વેપાર યાત્રાઓ લાભદાયી રહેશે. નવા વેપારીક સંબંદ બનશે. પરિવારિક જીવન સુખદ રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે અને એક્ઝામમાં સારા પરિણામ મળશે.

વધુ વાંચો: રમા એકાદશી ક્યારે છે? આ દિવસે વ્રત કરવાથી દૂર થશે ઘરની તમામ મુશ્કેલીઓ, જાણો પૂજા-વિધિ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Grah Gochar Zodiac Signs Shukra Shani Sanyog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ