બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / ganesh chaturthi 2023 shubh muhurat and good impact on 3 zodiac signs

ગણેશ ચતુર્થી 2023 / આજના દિવસે 300 વર્ષે બની રહ્યો છે આ અદભુત શુભ સંયોગ, ચમકી ઉઠશે આ 3 રાશિના જાતકોનું ભાગ્યોદય

Manisha Jogi

Last Updated: 11:32 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે 300 વર્ષ પછી ખૂબ જ ખાસ યોગ બની રહ્યા છે. આજના દિવસે ખાસ યોગનું નિર્માણ થવાથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • ગણેશ ચતુર્થીના દિવસે 300 વર્ષ પછી ખાસ યોગનું નિર્માણ
  • આ ત્રણ રાશિના જાતકોને લાભ થશે
  • ભગવાન ગણેશની અપાર કૃપા રહેશે

આજે ગણેશ ચતુર્થી છે, 10 દિવસ સુધી ધામધૂમથી ગણેશોત્સવ ઊજવવામાં આવશે. આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે 300 વર્ષ પછી ખૂબ જ ખાસ યોગ બની રહ્યા છે. જેમાં ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ યોગ અને શુક્લ પક્ષ ખૂબ જ મોટો હોય છે. આ યોગનું ખૂબ જ જલ્દી નિર્માણ થતું નથી. આ યોગમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની 10 દિવસ સુધી ધામધૂમથી પૂજા કર્યા પછી અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આજના દિવસે ખાસ યોગનું નિર્માણ થવાથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

મેષ-
આ રાશિના જાતકો માટે ગણેશ ચતુર્થી શુભ સાબિત થશે અને તેમના પર ભગવાન ગણેશની અપાર કૃપા રહેશે. જે પણ કામ ઘણા સમયથી અટકી ગયા છે, તે કામ પૂર્ણ થશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોના કામમાં વૃદ્ધિ થઈ શકે છે. કોઈ મોટો પ્રોજેક્ટ અથવા ટેન્ડર મળી શકે છે. ભગવાન ગણેશને મોદક અર્પણ કરવાથી તે શુભ સાબિત થશે. 

તુલા-
આ રાશિના જાતકો માટે ગણેશ ચતુર્થી લાભકારી સાબિત થશે. વિદ્યાર્થીવર્ગ માટે આજનો દિવસ શુભ સાબિત થઈ શકે છે અને પરીક્ષામાં સફળતા મળી શકે ચે. ગણેશજીની કૃપાથી નાણાંકીય લાભ થઈ શકે છે. આજના દિવસે દુશ્મન પણ સાથ આપશે. ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરો. આ પ્રકારે કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને તમામ મનોકામના પૂર્ણ કરશે. 

કન્યા-
આજના દિવસે આ રાશિના જાતકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા રહેવાથી ગણેશ ચતુર્થી શુભ સાબિત થશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. જે પણ કામ ઘણા સમયથી અટકેલા છે, તે પૂર્ણ થશે. બિઝનેસ આગળ વધવાનો યોગ બની રહ્યો છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. આજના દિવસે ભગવાન ગણેશને પીળા રંગના ફુલ અર્પણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ