બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
10 દિવસ સુધી ચાલનારા ગણેશજીના ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ ઉત્સવ 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમયે ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાનને તેમની પ્રિય ચીજો ચઢાવવામાં આવે છે જેથી તેમની કૃપા આપણા પર બની રહે. વિઘ્નહર્તા ભગવાન ગણેશ તમામ દુઃખ દૂર કરીને સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ સમયે તેમની પૂજામાં નાની ભૂલ પણ તમને કંગાળ બનાવી શકે છે અને નુકસાન થઈ શકે છે.
.jpg)
ADVERTISEMENT
બાપ્પાને ભૂલથી પણ ન ચઢાવશો આ ચીજો
ગણેશજીને ક્યારેય કેતકીના ફૂલ ચઢાવવા નહીં કેમકે તે તેમના પિતા ભગવાન શંકરને પસંદ નથી. આ કારણે ગણેશજીને પણ આ ફૂલ ચઢાવાતા નથી. આ સિવાય ગણેશજીને ક્યારેય તુલસી પણ ચઢાવવા નહીં, પુરાણોમાં કહેવાયું છે કે ગણેશજીએ તુલસીને શ્રાપ આપ્યો હતો. આ માટે તેમને ભૂલથી પણ તુલસી ચઢાવવી નહીં. આ સિવાય સૂકા અને વાસી ફૂલ પણ ભગવાનને ચઢાવવા નહીં. આમ કરવાથી ભગવાન નારાજ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે.

ADVERTISEMENT
ગણપતિને પ્રિય છે આ ફૂલ
ગણેશજીને જે ફૂલ પ્રિય છે તે ચઢાવવાથી તેઓ પ્રસન્ન થયા છે. ગણપતિને જાસૂદના લાલ અને પીળા ફૂલ ખૂબ જ પ્રિય છે. આ સિવાય તેમને ગેંદાના ફૂલ પણ ચઢાવવામાં આવે છે. ગણપતિની પૂજા કરતી સમયે લાલ પીળા ફૂલની જેમ લાલ અને પીળા રંગના કપડા પહેરવા પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિની મનોકામના જલ્દી પૂરી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.