બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ganesh chaturthi 2019 things to keep in mind before buying ganesh idol and how puja place decoration

ગણેશ ચતૂર્થી 2019 / બાપ્પાની મૂર્તિ ખરીદતા સમયે રાખો આ વાતનું ધ્યાન, આમ હોવું જોઇએ પૂજા સ્થળ

Published By: Mehul

Last Updated: 08:57 PM, 27 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થી હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. આમ તો આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવાય છે. બાપ્પાના ભક્તોમાં ગણેશ ચતુર્થીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. દસ દિવસ સુધી ઉજવવામાં આવતા ગણેશ ચતુર્થીની શરૂઆત 2 સપ્ટેમ્બરથી થશે.

આ દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. ભગવાન ગણેશની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ 10માં દિવસે ધૂમ ધામથી, વાજતે ગાતે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. 

આમ થવી જોઇએ ગજાનનની ખરીદી

ગણેશજીની મૂર્તિ લેવા જાઓ તો હંમેશા નવા અને સ્વચ્છ કપડા પહેરીને જાઓ. મૂર્તિ ખરીદી સમયે એ ધ્યાન રાખવું કે તેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય. ડાબી બાજુ વળેલી સૂંઢવાળી મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે. ઘરમાં મૂર્તિ લાવી તેને ચાંદીની થાળીમાં સ્વસ્તિક બનાવી રાખો. ઘરમાં વિરાજમાન કરો તો મંગલગાન કરવું, કીર્તન કરવું. લાડુનો ભોગ પણ ધરાવવો. ત્યારબાદ રોજ સવારે-સાંજે તેમની આરતી કરવી અને મોદકનો ભોગ ધરાવવો. 

કેવું જોવું જોઇએ પૂજા સ્થળ

ગણપતિ બાપ્પાને વિરાજમાન કરવા માટે પહેલા કુમકુમ (કંકૂ) થી સ્વસ્તિક બનાવો. ચાર હળદરનો લેપ લગાવવો. એક મુઠ્ઠી ચોખા રાખો, તેના પર નાનો બાજોઠ રાખો. લાલ, કેસરીયા અથવા પીળા વસ્ત્રોને તેના પર વિસાવો. રંગોળી, ફૂલ, આંબાના પત્તા અને અન્ય સામગ્રીથી સ્થાનને સજાવો. તાંબાનો કળશ પાણીમાં ભરી, આંબાના પત્તા અને નારિયળની સાથે સજાવો. આ તૈયારી ગણેશ ઉત્સવની પહેલા કહી લો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Ganesh Chaturthi 2019 Lord Ganesha Shri Ganesh Ganesh Chaturthi 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ