ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શ્રમિકોના હિતમાં મોટો નિર્ણય, ગુજરાતમાં આ સમયે બાંધકામ બંધ રાખવા આદેશ

હીટ વેવ / શ્રમિકોના હિતમાં મોટો નિર્ણય, ગુજરાતમાં આ સમયે બાંધકામ બંધ રાખવા આદેશ

Last Updated: 06:53 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડાઈને પત્ર લખ્યો છે.. જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપીલ કરી છે

ADVERTISEMENT

કાળઝાળ ગરમીનો કહેર સમગ્ર રાજ્ય પર વરસી રહ્યો છે.. આવી ગરમીમાં લૂ લાગવાની ઘટનાઓ વધી રહી છે.. ગરમીને કારણે ચક્કર આવવાના, બીમાર પડવાના, માથુ દુખવાના કિસ્સાઓમાં વધારો થયો છે. જેને લઇને તંત્ર દ્વારા ઉપયોગી સૂચનો આપવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન ગાંધીનગર મહાનગર પાલિકાએ ગરમીમાં શ્રમિકોની હાલત કફોડી ન બને તે માટે ક્રેડાઇને અપીલ કરી છે.

શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના

ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડાઈને પત્ર લખ્યો છે.. જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપિલ કરી છે.. સાથે જ શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. આ સાથે શહેરના સફાઇ કામદારો માટે પણ પત્ર પાઠવાયો છે.. અને સફાઇ કામદારો માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 2 દિવસ માટે રેડ એલર્ટ, હવામાન વિભાગ કરી ભૂકકા કાઢી નાખે તેવી આગાહી

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શ્રમિકોને બપોરે 1 થી 4માં કામ ન કરાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે.. જુન 2024 સુધી શ્રમિકોને બપોરે 1 થી 4 આરામ આપવા સૂચના અપાઇ છે.. સાથે જ જો કોઇ કોન્ટ્રાક્ટર શ્રમિકો પાસે આ સમય દરમ્યાન કામ કરાવે તો શ્રમિકો ફરીયાદ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Sharmik final

શ્રમિકોને આપવામાં આવતા વિશ્રામ સહિતના કલાકો ગણતા તેમની પાસેથી 12થી વધુ કલાક કામ ન લેવાય તે પણ ધ્યાનમાં રાખવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Heat Wave CREDAI Gandhinagar Municipal Corporation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ