બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રફ્તારના રાક્ષસોને કંટ્રોલમાં રાખવા પોલીસની મેગા ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરનારા ગયા

એક્શન / રફ્તારના રાક્ષસોને કંટ્રોલમાં રાખવા પોલીસની મેગા ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરનારા ગયા

Last Updated: 01:24 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં ગત રોજ 2 નિર્દોષના મોત બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. રફ્તારના રાક્ષસે કરેલા અકસ્માત બાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે.

ગત રોજ ગાંધીનગરમા ગાડી ચાલક દ્વારા વાહન ચાલકોને અડફેટે લેતા 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી હતી. તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બે લોકોએ જીવ ગુમાવ્યા બાદ સફાળી જાગેલી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી.

2 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પોલીસ તંત્ર જાગ્યું

ગાંધીનગરમાં ગત રોજ હીટ એન્ડ રનનાં કેસમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. રફ્તારના રાક્ષસે કરેલા અકસ્માત બાદ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. ગાંધીનગરના મુખ્ય રસ્તાઓ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ દ્વારા હેલમટ, બ્લે ફિલ્મ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

હીટ એન્ડ રનની ઘટનામાં 5 લોકોને ઈજાઓ થઈ હતી

રાજ્યના પાટનગરમાં ફરી એક વખત રફ્તારના રાક્ષસો બેફામ બન્યા છે. ગતરોજ ગાંધીનગરમાં બેફામ કાર ચાલકે રાહદારીઓને હડફેટે લેતા 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે હીટ એન્ડ રનની ઘટનામાં 5 લોકોને ઈજાઓ થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ

અકસ્માત સર્જાતા રાહદારીઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ગાડી ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માતમાં બે લોકોના મોત થતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા

ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો સારવાર ચાલી રહી છે. તેમની હાલત વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરીને તપાસ શરૂ કરી છે. નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસ આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

ગાંધીનગર મેયરે શું કહ્યું.

આ બાબતે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, આજે જે ઘટના બની છે તે ખૂબ દુઃખદ છે. તેમજ આવા કાર ચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. મનપા દ્વારા આવા અકસ્માત ન સર્જાય તે માટે પગલા ભરવામાં આવશે.

આ પણ વાંચોઃ રીબડા ફાયરિંગ કેસમાં નવો વળાંક, જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહને લઇ ચોંકાવનારો ખુલાસો

આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવશેઃ એસપી

ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં બેફામ કાર ચાલકના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાઈજીપુરાથી સીટીપ્લસવાળા સર્વિસ રોડ પર વાહનોને ટક્કર મારી હતી. જેમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો. પોલીસે કાર ચાલકને મારથી બચાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આરોપીનું મેડીકલ ચેકઅપ કરાવવા માટે લઈ જવામાં આવ્યો હતો. બેફામ કાર ચાલકોને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Police Vehicle Checking Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ