બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રીબડા ફાયરિંગ કેસમાં નવો વળાંક, જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહને લઇ ચોંકાવનારો ખુલાસો
Last Updated: 12:20 PM, 26 July 2025
રાજકોટના રીબડા ગામમાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં નવો ખુલાસો થવા પામ્યો છે. પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા. પોલીસની 2 ટીમ ઉત્તર પ્રદેશ, 3 ટીમ મધ્યપ્રદેશ તપાસ માટે મોકલાઈ હતી. ફાયરિંગની જવાબદારી કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાએ લીધી હતી. હાર્દિકસિંહે જવાબદારી સ્વીકારતો હોવાનો વીડિયો રાજ્ય બહાર બનાવ્યાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓએ અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર અને કરાવનાર તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે.
ADVERTISEMENT
અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર કર્યું હતું ફાયરિંગ
ગોંડલનાં રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટનાને લઇ ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ અહીં પેટ્રોલપંપ પર 2 બુકાનીધારી શખ્સોએ બાઈક પર આવીને ફાયરિંગ કર્યું હતું. આ સાથે એક રાઉન્ડ ફાયરીંગ કરાયું હોવાનુ સામે આવ્યું છે. જોકે ક્યા કારણસર ફાયરિંગ કરાયું તેને લઈને તપાસ શરૂ કરાઈ છે. આ સાથે ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરાઈ છે. આ બધાની વચ્ચે પેટ્રોલપંપનાં CCTVમાં આ સમગ્ર ઘટના કેદ થઇ છે.
ADVERTISEMENT
રાજકોટના રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલપંપમાં ફાયરિંગ, હાર્દિકસિંહ જાડેજાએ કહ્યું મેં કરાવ્યું#rajkot #ribda #anirudhsinhjadeja #RajdeepsinhRibda #hardiksinhjadeja #cctv #firing #VTVDigital pic.twitter.com/WCa0MOp1cw
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 24, 2025
આ બધાની વચ્ચે એક Video વાયરલ થઇ રહ્યો છે જેમાં હાર્દિકસિંહ જાડેજાનું નામ ચર્ચામાં આવ્યું છે. આ વાયરલ Videoની VTV Digital પુષ્ટિ કરતુ નથી. આ Videoમાં હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટોરી મૂકી છે. જેમાં હાર્દિકસિંહ નામના વ્યક્તિએ ફાયરીંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટના રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલપંપમાં ફાયરિંગ કેસમાં હવે હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ ફાયરિંગ કરાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. હાર્દિકસિંહ જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી પોતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનું કહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પગાર લાખોમાં, જગ્યાઓ 38, જાણો વયમર્યાદાથી લઇને ભરતી માટેની અરજી પ્રોસેસ
આ સાથે આ હાર્દિકસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ જાડેજાને ધમકી પણ આપી છે. આ બધાની વચ્ચે હવે ફરી એકવાર ગોંડલના વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે ફાયરિંગ કરનારા શખ્સોની શોધખોળ શરૂ કરાઈ છે. આ તરફ ક્યા કારણસર ફાયરિંગ કરાયું તેની તપાસ પણ શરૂ કરાઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.