ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વચ્છ હવાને લઇ ગુજરાતમાં તંત્રનો એક્શન પ્લાન જાહેર, કરાશે કરોડો ખર્ચ
Last Updated: 07:51 AM, 13 October 2025
ADVERTISEMENT
ગાંધીનગર શહેરના રહેવાસીઓને સ્વચ્છ અને શ્વાસલાયક હવા મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકાએ વર્ષ 2025થી 2030 સુધી અમલમાં રહે તેવો ક્લીન એર એક્શન પ્લાન જાહેર કર્યો છે. આ મહત્વકાંક્ષી યોજનાને અમલમાં મૂકવા માટે મહાનગરપાલિકા આગામી પાંચ વર્ષમાં અંદાજિત રૂપિયા 286 કરોડનું રોકાણ કરશે.
ADVERTISEMENT
34 મુખ્ય કામો કરશે
આ એક્શન પ્લાન અંતર્ગત કુલ 34 મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવશે. તેમાં તાત્કાલિક અને લાંબા ગાળાના બંને પગલાંઓનો સમાવેશ થાય છે. જેમાં ટ્રાફિકનું પ્રમાણ ઘટાડવું, હરિયાળો વિસ્તાર વધારવો, કચરો વ્યવસ્થિત રીતે સંભાળવો અને ઉદ્યોગોની દેખરેખ જેવી બાબતો સામેલ છે.
ADVERTISEMENT

વાહન પ્રદૂષણ પર ખાસ ધ્યાન
ADVERTISEMENT
શહેરમાં 15 વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વાહનો માટે નવા નિયમો ઘડવામાં આવશે. ઉપરાંત, પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે અને જાહેર જાગૃતિ માટે અવેરનેસ કાર્યક્રમો પણ યોજાશે.

ADVERTISEMENT
કન્સ્ટ્રક્શન અને કચરા વ્યવસ્થાપન માટે કડક પગલાં
નવા નિયમો મુજબ હવે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ધૂળ વિખેરાવ નહીં થાય તે માટે પગલાં લેવામાં આવશે. તેમજ ખુલ્લેઆમ કચરો બળાવવા પર નિયંત્રણ લાદવામાં આવશે અને તેના માટે દંડની જોગવાઈ પણ રાખવામાં આવશે.
ADVERTISEMENT

ગ્રીન કવર વધારવા માટે બજેટ ફાળવાયું
ADVERTISEMENT
શહેરમાં વૃક્ષારોપણ, બગીચા અને હરિયાળા વિસ્તાર વધારવા માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અનુસાર, ગ્રીન કવર વધારવાથી માત્ર હવાના ગુણવત્તા નહીં, પરંતુ શહેરનું પર્યાવરણ અને જીવનશૈલીમાં પણ સુધારો થશે.
આ પણ વાંચોઃ UPમાં ગેરકાયદે કોડીન સિરપનું ગુજરાત કનેક્શન! હજારો બોટલ જપ્ત, 13 સ્થળોએ દરોડા
નવી દિશામાં ગાંધીનગર
આ પ્લાન શહેરને પ્રદૂષણમુક્ત બનાવવા સાથે શહેરવાસીઓને વધુ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જશે. મહાનગરપાલિકા મુજબ આ એક્શન પ્લાન માત્ર એક શહેરી યોજનાની કામગીરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો