બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / gamophobia- A fear of commitment or marriage is very common in youngsters nowadays

ફોબિયા / રિલેશનશિપમાં આડખીલી બનતી અજીબ બીમારી, લગ્ન ન થવા પાછળનું મોટું કારણ હોઈ શકે

Vaidehi

Last Updated: 06:40 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ યુવાનો લગ્નનાં નામથી ડરી જતાં હોય છે. તેમનો આ ભય કોઈ બહાનો નહીં પણ એક ફોબિયા છે જેને ગેમોફોબિયા કહેવામાં આવે છે. જે લોકો લગ્ન જેવા કમિટમેંટથી ડરે છે તેમને ગેમોફોબિયા હોઈ શકે છે. આવા લોકો કોઈપણ પ્રકારની રિલેશનશિપમાં કમિટમેંટ નથી આપતાં હોતાં.

  • આજકાલ યુવાનોમાં જોવા મળે છે નવો ફોબિયા
  • લગ્ન અને કમિટમેંટથી ગભરાય છે યુવાનો
  • દેશ-દુનિયામાં વધી રહ્યાં છે ગેમોફોબિયાનાં વધ્યાં કેસ

તમે ભિન્ન-ભિન્ન પ્રકારનાં ફોબિયા વિશે સાંભળ્યું હશે...કોઈને ઊંચાઈથી બીક લાગે છે તો કોઈને પાણીથી..આ ભયને ફોબિયા કહેવામાં આવે છે. પણ આજકાલ આપણાં યુવાનોમાં એક નવો ફોબિયા જોવા મળી રહ્યો છે જેનું નામ છે ગેમોફોબિયા. આવો જાણીએ કે આ ગેમોફોબિયા શું છે અને યુવાનોમાં આ શા માટે વધી રહ્યો છે.

ગેમોફોબિયા એટલે શું?
ગેમોફોબિયા રિલેશનશિપ સાથે સંકળાયેલો એક ડર થે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે કોઈ કમિટમેંટથી ડરે છે તો તેને ગેમોફોબિયા કહેવામાં આવે છે. મોટાભાગે તેને લગ્નનાં સંબંધમાં જોવામાં આવે છે. એટલે કે લગ્ન ન કરવાનો ભય. જે વ્યક્તિ કોઈપણ રિલેશનશિપને લઈને આશ્વાસન નથી આપી શકશો કે તે ચાલશે કે નહીં ત્યારે તે કોઈપણ પ્રકારનાં રિલેશનશિપમાં બંધાતો નથી. આ ફોબિયામાં વ્યક્તિ બીજી વખત દુખી થવાથી ડરતો હોય છે અને સાથે જ તેની સાથે ફરી એવું કંઈ ન થાય તે માટે તે કોઈ વાયદાઓ નથી કરતો હોતો.

વધુ વાંચો: મેન્ટલ હેલ્થ માટે ભયંકર સાબિત થશે અધૂરી ઊંઘ! જાણો બીમારીથી બચવા કેટલા કલાક સૂવું જરૂરી

યુવાનોમાં આ ડરનો વધારો
એક્સપર્ટસ્ કહે છે કે યુવાનોમાં આ ગેમોફોબિયા સૌથી વધારે જોવા મળી રહ્યો છે અને તેથી જ મોટાભાગનાં યુવાનો લગ્ન કરવા નથી ઈચ્છતા અથવા તો રિલેશનશિપમાં કમિટમેંટ નથી કરવા ઈચ્છતાં. મેંટલ હેલ્થ એક્સપર્ટસ માને છે કે આજકાલ યુવાનોમાં કામને લઈને સૌથી વધારે પ્રેશર છે તેવામાં અનેક યુવાનો ફેમિલીની જગ્યાએ કામને વધુ મહત્વ આપે છે. બીજી તરફ તેમને રિલેશનશિપમાં ફેલ થવાનો પણ ડર હોય છે. ફાઈનેંશિયલ ઈશ્યૂઝ હોવાને લીધે યુવા કમિટમેંટ અને લગ્ન કરવાથી ડરતો હોય છે.

આ પાછળ કારણ શું?

  • ભૂતકાળનાં કડવા અનુભવો: જે વ્યક્તિને તેના ભૂતકાળનાં રિલેશનમાં કડવા અનુભવો થયાં હોય જેના લીધે તેને દુખનો સામનો કરવો પડ્યો હોય ત્યારે તેની સાથે આવું બીજી વખત ન બને તે માટે તે કમિટમેંટ નથી કરતો હોતો.
  • વડીલો વચ્ચે ઝઘડા: જે વ્યક્તિ પોતાના માતા-પિતા અથવા અન્ય સગાં સંબંધીઓનાં સતત ઝઘડાં અથવા તો ડિવોર્સ જોયા હોય ત્યારે એ વ્યક્તિમાં ઈનસિક્યોરિટી પેદા થાય છે અને તેને લીધે કમિટમેંટથી ડરતાં હોય છે.
  • બાળપણનો ટ્રોમા: ઘણી વખત કોઈ વ્યક્તિને બાળપણમાં પ્રેમ ન મળ્યો હોય, ફેમિલી સાથે સારા સંબંધ ન હોવા વગેરે જેવા અનુભવોને લીધે પણ વિશ્વાસ બેસતો નથી પરિણામે આવો ફોબિયા થતો હોય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ