ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મહીસાગર નદીમાં ભરતીના કારણે 5 ફૂટ પાણી વધશે! તો અંદર પડેલા ટ્રકનું શું થશે?

પડકાર / મહીસાગર નદીમાં ભરતીના કારણે 5 ફૂટ પાણી વધશે! તો અંદર પડેલા ટ્રકનું શું થશે?

Last Updated: 05:07 PM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસ્ક્યુ કામગીરીની વચ્ચે નદીમાં પાણીની સપાટી વધવાની છે.. અને પાણીની વધતી સપાટી વચ્ચે રેસ્ક્યુ કામગીરી વધારે પડકારરૂપ નીવડશે..

ADVERTISEMENT

મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં અત્યારસુધી 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગોઝારી દુર્ઘટનામાં ફાયરબ્રિગેડ, NDRF અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. અહીં મહત્વની વાત એ છે કે રેસ્ક્યુ કામગીરીની વચ્ચે નદીમાં પાણીની સપાટી વધવાની છે.. અને પાણીની વધતી સપાટી વચ્ચે રેસ્ક્યુ કામગીરી વધારે પડકારરૂપ નીવડશે..

આવતીકાલે પુનમ હોવાથી અત્યારથીજ દરિયામાં અસર જોવા મળશે.. અને દરિયામાં ભરતી આવશે.. દરિયામાં ભરતી આવતાજ તેના પાણી મહિસાગર નદીમાં આવતા હોય છે. ભરતીને કારણે નદીમાં 5 ફૂટ જેટલું પાણી વધે તેવો અંદાજ છે. આવામાં રેસ્ક્યુ કામગીરીમાં પડકાર ઉભો થશે.

મહત્વનું છે કે અકસ્માતને પગલે આગામી કેટલાક દિવસો સુધી આ બ્રિજ પર વાહન વ્યહાર બંધ કરવામાં આવ્યો છે. વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.

આ પણ વાંચોઃ 'પુલ અચાનક તૂટ્યો અને અમે કૂદી ગયા...' ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ત્રણ લોકોનો આબાદ બચાવ

અત્યાર સુધી પાંચ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા નદીમાંથી વાહનો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન રહ્યા હતા પરંતુ આજે વરસાદ ના રહેતા રેસ્ક્યૂ કામગીરી કોઇ વિઘ્ન વગર ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar Water Level Gambhir Bridge Incident Rescue Work
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ