બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / gajendra singh shekhawat vasundhara raje bjp cm face rajasthan assembly election

રાજકારણ / શું વસુંધરા રાજે રાજસ્થાનમાં હશે ભાજપનો CM ચહેરો? ચૂંટણીના વર્ષમાં બદલાયા રાજકીય સમીકરણ

Arohi

Last Updated: 10:28 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vasundhara Raje: રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી વર્ષમાં રાજકીય સમીકરણ બદલાઈ ગયા છે. અમુક સમય પહેલા સુધી જે વસુંધરા રાજેનું શાસન પુરૂ થવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો આજે તે વસુંધરા રાજેના બીજેપીની અને મુખ્યમંત્રી ઉમેદવાર બનવાની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે જાણો કેમ?

  • આ વર્ષે રાજસ્થાનમાં થશે વિધાનસભા ચૂંટણી 
  • બીજેપીના મુખ્યમંત્રી ઉમેદવાર છે વસુંધરા રાજે? 
  • ચૂંટણીના વર્ષમાં બદલાયા રાજકીય સમીકરણ

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની હાર બાદથી વસુંધરા રાજે રાજ્યના રાજકારણમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. ચૂંટણીના વર્ષમાં હવે તે ફરીથી ફ્રંટફૂટ પર જોવા મળી રહ્યા છે. વસુંધરા આખાવર્ષમાં પોતાના જન્મદિવસ પર મોટી રેલી કરી પોતાની તાકાત બતાવી ચુકી છે. 

પાર્ટીએ પણ તેમને આગળ રાખવાનું શરૂ કરી દીધુ છે. આજ કારણ છે કે અમુક મહિના પહેલા જ જ્યાં વસુંધરાનું રાજકીય કરીયર પુરૂ થવાના દાવા કરવામાં આવી રહ્યા હતા. ત્યાં જ હવે ફરી એક વખત તેમને રાજસ્થાનના સૌથી મોટા ચહેરાના રૂપમાં જોવાની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. 

પુનિયાનો રાજ્યાભિષેક વસુંધરા માટે એક મજબૂત સંદેશ
બીજેપી હાઈકમાન્ડે વસુંધરા રાજેની પસંદ-નાપસંદને સાઈડ કરી સતીશ પુનિયાને રાજસ્થાન બીજેપીના અધ્યક્ષ બનાવ્યા હતા. આ એક પ્રકારનો વસુંધરાને કડક મેસેજ હતો. 

સતીશ પુનિયાને અધ્યક્ષ બનાવવ્યા બાદ રાજસ્થાન બીજેપીના કાર્યક્રમોથી વસુંધરાને કિનારે કરી દેવામાં આવ્યા. રાજસ્થાનમાં બીજેપીનો સૌથી મોટો ચહેરો માનવામાં આવતા વસુંધરા રાજે પાર્ટીના હોડિંગ-પોસ્ટર્સથી ગાયબ થઈ ગયા. 

વસુંધરાનું પત્તુ કટ થવાની અટકળો 
અમુક સમય પહેલા કેન્દ્રીય મંત્રી ગજેદ્ર સિંહ શેખાવતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સંગઠનના ચહેરા પર વિધાનસભા ચૂંટણી લડશે. તેના બાદ વસુંધરાનું પત્તુ કટ થવાની અટકળો ઉઠી. પરંતુ ચૂંટણીના વર્ષમાં સંપૂર્ણ ફેરફાર થઈ ગયો. પહેલા સતીશ પુનિયાની છુટ્ટી થઈ અને હવે વાત વસુંધરાનું કરિયર પુરૂ થવાની નથી. પરંતુ બીજેપીનો CM ફેસ બનાવવાની થવા લાગી છે. 

પરિવર્તનની પાછળ કર્ણાટક ચૂંટણીના પરિણામનો રોલ 
વસુંધરા રાજેને લઈને બીજેપી અને મુખ્ય નેતૃત્વના રસ્તામાં આવેલી પરિવર્તનની પાછળ કર્ણાટક ચૂંટણી પરિણામોનો મોટો રોલ માનવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં બીજેપીની હારની પાછળ દરેક ચૂંટણમાં પીએમ મોદીના ચહેરા પર દાવ લગાવવાની રણનીતિ વધારે મજબૂત સ્થાનીય ચહેરા યેદિયુરપ્પાને સાઈડ કરવાને પણ મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે બીજેપી રાજસ્થાનમાં વસુંધરા રાજેને સાઈડ કરીને કર્ણાટક વાળી ભુલ ફરી નથી કરવા માંગતા. 

15 વર્ષ બાદ સત્તા ગુમાવી બેઠી બીજેપી 
વર્ષ 2018ના વિધાનસભા ચૂંટણીના સમય સુધીના બીજેપી અધ્યક્ષ અમિત શાહે મધ્ય પ્રદેશને લઈને લગભગ એવી જ વાત કરી હતી જેવી આ વખતે ગજેન્દ્ર સિંગ શેખાવતે રાજસ્થાનને લઈને કહી. વાત હતી સંગઠનના ચહેરા પર ચૂંટણી લડવાની હતી. તેના બાદ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો બીજેપી 15 વર્ષ બાદ સત્તા ગુમાવી બેઠી. તેના માટે ત્યારે નેતૃત્વને લઈને બનેલા ભ્રમની સ્થિતિને પણ જવાબદાર જણાવવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ