બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 box office collection sunny deol film breaks all records in advance booking

Gadar 2 Box Office / ફટાફટ બુક કરી દો... 'ગદર-2'ના એડવાન્સ બુકિંગે તોડી નાખ્યા તમામ રેકોર્ડ્સ, બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

Bijal Vyas

Last Updated: 12:11 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગદર 2ની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ 11 ઓગષ્ટના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જો તમે પણ ફિલ્મ જોવા માંગો છો તો કરી લો એડવાન્સ બુકિંગ...

  • સની દેઓલની ફિલ્મ ગદર 2ની એડવાન્સ બુકિંગ શરુ થઇ ચુકી છે
  • પીવીઆર અને આઇનોક્સમાં નથી શરુ થઇ એડવાન્સ બુકિંગ 
  • સની દેઓલની ફિલ્મ ગદર 2ની સાથે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 રિલીઝ થશે

Gadar 2 advance booking: પોતાનો પ્રેમ સકીનાને પાકિસ્તાનથી પાછી લાવવા માટે 22 વર્ષ બાદ તારા સિંહ ગદર 2માં પાડોસી દેશથી પોતાના દીકરા જીતેને પાછો લેવા માટે તૈયાર છે. આ ફિલ્મ વર્ષ 2001ની બ્લોકબસ્ટર, ગદરઃ એક પ્રેમ કથાની આગળની કડી છે અને આ વર્ષ હિન્દી સિનેમાના સૌથી પ્રતીક્ષિત સિક્વલમાંથી એક છે. મૂવી 11 ઓગષ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેના માટે એડવાન્સ બુકિંગ શરુ થઇ ચુકી છે. તેવામાં જો તમે પણ ગદર 2 જોવાનો વિચાર રહ્યા છો તો ઓનલોઇન ટિકિટ બુક કરી લો, નહીં તો હાઉસફૂલ પણ થઇ શકે છે. 

એડવાન્સ બુકિંગમાં રેકોર્ડ તોડ કમાઇ કરી રહી છે ગદર 2
સની દેઓલની ફિલ્મ ગદર 2ની એડવાન્સ બુકિંગ શરુ થઇ ચુકી છે. એક્ટરના ઇનસ્ટાગ્રામ પર તેની ઘોષણા કરતા લખ્યુ કે, "જોરદાર! , ધમાકેદાર! આ સીન પણ અને તમને તેના માટે પણ ખૂબ પ્રેમ. અત્યારે જ બુક કરો તમારી ટિકિટ્સ....#Gadar2 આવી રહી છે મોટા પરદા પર આગ લગાવવા આવી રહી છે આ સ્વતંત્રતા દિવસ! સિનેમાઘરોમાં 11 ઓગષ્ટથી" ગદર 2 માટે મલ્ટીપ્લેક્સ સિરીઝ મોટા પાયા પર બોર્ડ પર આવી છે. બુધવાર, 2 જુલાઇ સાંજે 4 વાગ્યા સુધી, ગદર 2ના શરુઆતી દિવસ માટે મૂવીમેક્સ ચેન પર 1985 ટિકિટ બચી છે. એક અન્ય સંખ્યા પણ એડવાન્સ બુકિંગ થઇ રહી છે, કારણ કે આ ફિલ્મે શરુઆતી દિવસમાં જ 2500 ટિકિટ વેચાઇ છે. 

પીવીઆર અને આઇનોક્સમાં નથી શરુ થઇ એડવાન્સ બુકિંગ 
પીવીઆર અને આઇનોક્સના શોકેસિંગ વિવાદોના કારણે અત્યાર સુધી ગદર 2 માટે પોતાના કાઉન્ટર ખુલ્યા નથી. સિનેપોલિસની પાસે વેચાણ માટે ટિકિટ છે અને અહીં સુધી કે આ નેશનલ ચેન પણ સારા સંકેત દેખાઇ રહી છે. સિનેપોલિસના એકલા શરુઆતી દિવસ માટે 3900 ટિકિટ વેચાઇ છે. જો કે આ સંખ્યા અલગ-અલગ હોઇ શકે છે પરંતુ માહિતી અનુસાર, મૂવીમેક્સમાં રોકી અને રાનીની પ્રેમ કહાની માટે ગુરુવાર રાત્રે 11 વાગ્યા સુધી કુલ મળીને 1400 ટિકિટ હતી. એટલે સુધી કે સિનેપોલિસ જેવા પ્રીમિયમ સંપત્તિમાં પણ રોકી અને રાનીની પ્રેમ કહાની માટે 12, 000 ટિકિટોનુ કુલ વેચાણ થયુ, અને સત્યપ્રેમની કથા માટે 9800 ટિકિટોની વેચાણ થઇ, અને ગદરના આવતા 2 દિવસોમાં બંનેને પાર કરવાની આશા છે.

ગદર 2 બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કરશે આ કમાણી
ગદરની મજબૂત કહાની સિક્વલનું એડવાન્સ બુકિંગમાં મદદ કરી રહી છે. લોકો બીજા પાર્ટની રાહ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સાથે જ હેડપંપ અને હથોડીવાળી સીન ખૂબ જ વાયરલ થઇ રહી છે. જો ઓડિયન્સ ફિલ્મને જોવા માટે વધારે રસ ધરાવે તો અનિલ શર્માની ફિલ્મ ગદર 2 પહેલા દિવસે જ લગભગ 30 કરોડની બંપર શરુઆત કરી શકે છે. જેમ-જેમ દિવસો વિતે છે, ઓપનિંગ ડેની કમાણી વધી શકે છે. મોટા પાયા પર ફિલ્મની ચર્ચા કદાચ પઠાણ બાદ મહામારીની દુનિયામાં કોઇ પણ હિન્દી ફિલ્મ માટે સૌથી સારી છે, અને આશા છે કે દેશના મુખ્ય વિસ્તારોમાં સિંગલ સ્ક્રીન રિલીઝના દિવસે હાઉસફૂલ બોર્ડ દેખાશે. 

ગદર 2 અને OMG 2ની થશે ટક્કર
સની દેઓલની ફિલ્મ ગદર 2ની સાથે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 રિલીઝ થનારી છે, હાલમાં એક મીડિયા વાત-ચીત દરમિયાન, સનીના બોક્સ ઓફિસ ક્લેશ વિશે વાત કરી. અભિનેતાને યાદ આવ્યો કે, કેવી રીતે 2001માં આવેલી ગદરઃ એક પ્રેમ કથાની ટિકિટ કાઉન્ટરો પર આમિર ખાનની લગાન સાથે પ્રતિસ્પર્ધા કરી હતી. 

ઇન્ટરવ્યૂ દરમિયાન સની દેઓલે કહ્યું કે, મને સમજણ નથી પડી રહી કે લોકો બે ફિલ્મની તુલના કેમ કરે છે, જ્યારે બંનેની તુલના જ નથી.  તેમણે કહ્યુ કે, એક સારી ફિલ્મની તુલના બીજી ફિલ્મ સાથે ના કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, ઓએમજી 2માં અમિત રાસી દ્વારા નિર્દેશિત કર્યુ છે. અક્ષય કુમાર ભગવાન શિવથી પ્રેરિત એક પાત્રની ભૂમિકા ભજવે છે. તેમાં પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ, અરુણ ગોવિલ પણ જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ