બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / gadar 2 box office collection day 4 sunny deol ameesha patel

રેકોર્ડ બ્રેક / સની દેઓલે તો સિનેમામાં 'રેકોર્ડનો હેન્ડપંપ' ઉખાડી નાંખ્યો: 200 કરોડને પાર જશે આંકડો, ચોથા દિવસે પણ સુનામી

Arohi

Last Updated: 09:59 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Box Office Collection: ગદર 2ને ચોથા દિવસે લગભગ 10 કરોડની ગ્રોસ એડવાન્સ બુકિંગ મળી છે. ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા.

  • બોક્સ ઓફિસ પર ગદર-2નું શાનદાર પ્રદર્શન 
  • ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ્સ તોડ્યા
  • 200 કરોડને પાર જશે આંકડો

સની દેઓલની ગદર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 22 વર્ષ પહેલા આવેલા ગદરની જેમ જ આ વખતે પણ લોકો ગદર-2 પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી સની દેઓલ અને અમીષા પટેલ ફિલ્મનું ખૂબ પ્રમોશન કરી રહ્યા હતા. એવામાં કહી શકાય કે તેમની મહેનત સફળ થઈ છે. 

સની દેઓલની ફિલ્મ ગદર 2એ ઓપનિંગ ડે પર જ 40 કરોડનું કલેક્શન કરી બધાને ચોંકાવી દીધા. જ્યારે બીજા દિવસે આ આંકડો 43 કરોડની આસપાસ રહ્યો. ત્યાં જ ત્રીજા દિવસ એટલે કે સંડેએ ફિલ્મે કલેક્શનના મામલામાં 50 કરોડનો મોટો આંકડો પાર પણ કરી નાખ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taran Adarsh (@taranadarsh)

ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર ફિલ્મે કર્યો કમાલ 
સની અને અમીષાની ફિલ્મ ગદર 2એ ફક્ત ત્રણ દિવસમાં જ બોક્સ ઓફિસ પર 133.18 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ત્રણ દિવસ બાદ હવે લોકોની નજર સોમવારના કલેક્શન પર છે. વીકડે હોવાના કારણે ફિલ્મની કમાણી પર થોડી અસર જરૂર પડી શકે છે. પરંતુ સંભાવના છે કે આ દિવસોમાં પણ ફિલ્મ તાબડતોબ કમાણી કરી શકે છે. 

આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ ગદર 2 ચોથા દિવસે 34 કરોડનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન કરી શકે છે. ગદર 2ને ચોથા દિવસે લગભગ 10 કરોડની ગ્રોસ એડવાન્સ બુકિંગ મળી છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર 2 વર્ષ 2001ની બોલ્કબસ્ટર ગદર એક પ્રેમ કથાની સીક્વલ છે. ગદર 2 એક પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છે. જેનું ડાયરેક્શન અને નિર્માણ અનિલ શર્માએ કર્યું છે. 

દિવસ પ્રમાણે આટલું રહ્યું ફિલ્મનું કલેક્શન 

  • Day 1 [શુક્રવાર]- 40.10  કરોડ   
  • Day 2 [શનિવાર]- 43.08 કરોડ
  • Day 3 [રવિવાર]- 50 કરોડ                
  • Day 4 [સોમવાર]- 34  કરોડ
  • Total- 169.18 કરોડ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ