બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / gadar 2 box office collection day 12 sunny deol kgf 2 pathan

રેકોર્ડ બ્રેક / પઠાન, KGF-2 ને ટક્કર આપી રહી છે સની દેઓલની ગદર-2: કમાણી 400 કરોડ રૂપિયાને પાર, તૂટી ગયા રેકૉર્ડ

Arohi

Last Updated: 03:18 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Box Office Collection: સની દેઓલની ફિલ્મ ગદર-2એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. મૂવીએ 12 દિવસમાં 400 કરોડનું કલેક્શન કરી નાખ્યું છે. સનીની પહેલી 400 કરોડ ફિલ્મ બની ગદર 2 દરરોજના કલેક્શનની સાથે એક નવો રેકોર્ડ બ્રેક કરી રહી છે.

  • પઠાન, KGF-2 ને ટક્કર આપી રહી છે ગદર-2
  • કમાણી 400 કરોડ રૂપિયાને પાર
  • દરરોજ તોડી રહી છે રેકોર્ડ્સ 

કોરોના લોકડાઉન બાદ બોલિવુડે બેકફૂડ પર જબરદસ્ત વાપસી કરી છે. 2023માં પઠાનથી શરૂ થયેલ બોક્સ ઓફિસ સક્સેસનો આ સિલસિલો હજુ ચાલું છે. બોલિવુડના અચ્છે દિવ આવી ગયા છે. હિંદી સિનેમાના ફેંસની ખુશીનો પાર નથી. ઓગસ્ટમાં બોલિવુડનો ડંકો વાગી રહ્યો છે અને તેમાં સૌથી મોટુ યોગદાર છે સની દેઓલની ફિલ્મ ગદર-2નો. તેની બોક્સ ઓફિસ પર થઈ રહેલી તાબડતોબ કમાણીએ દરેકને ચોંકાવી દીધા છે. 

ગદર-2એ 12માં દિવસે કરી આટલી કમાણી 
કોઈએ નહીં વિચાર્યું હોય 22 વર્ષ બાદ પરત ફરેલા તારા સિંહ આવી રીતે કમબેક કરશે. અનિલ શર્માના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ગદર 2એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. મૂવીએ 12 દિવસમાં 400.70 કરોડનું કલેક્શન કરી નાખ્યું છે. સની દેઓલની પહેલી 400 કરોડની ફિલ્મ બનેલી ગદર 2 દરરોજના કલેક્શનની સાથે નવો રેકોર્ડ બનાવી રહી છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર સનીની ફિલ્મે મંગળવારે 12.10 કરોડની કમાણી કરી છે. ગદર 2એ ઈન્ડિયામાં 400.70 કરોડનું કલેક્શન કર્યું છે. બીજા મંગળવારે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો. તેમ છતાં ફિલ્મ ધમાલ મચાવી રહી છે. વર્કિંગ ડેઝમાં પણ ગદર 2એ મજબૂત પકડ બનાવી રાખી છે. 

પઠાનને આપી ટક્કર 
ગદર-2 પહેલા પઠાન સૌથી ઝડપી 400 કરોડ કમાણી કરનાર હિંદી ફિલ્મ હતી. હવે ગદર-2એ પઠાનના રેકોર્ડની બરાબરી કરી નાખી છે. બન્ને મૂવીએ 12 દિવસમાં 400 કરોડ કમાણી કરી છે. ત્યાં જ બાહુબલી 2એ 14 દિવસમાં 400 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. કેજીએફ 2એ 23માં દિવસે 400 કરોડ ક્લબમાં દસ્તક આપી દીધી હતી. બીજી તરફ સનીની ફિલ્મે વર્લ્ડવાઈડ 500 કરોડ કમાણી કરી લીધી છે. 

સનીની ફિલ્મનું મેજીક લોકોને ક્રેજી કરી રહ્યું છે. ગદર 2એ ઘણી મોટી બ્લોકબસ્ટર્સને કમાણીના મામલામાં પાછળ કરી દીધી છે. શાહરૂખની પઠાનને પણ તે પાછળ મુકી દીધી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ