બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અમદાવાદ / From October 30 PM Modi will again visit Gujarat program of 3 days

મુલાકાત / 30 ઓક્ટોબરથી ફરી PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 3 દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ

Kishor

Last Updated: 04:42 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન PM મોદી કરોડોના વિકાસકર્યોની ભેટ આપી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

  • PM મોદી 30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
  • વડોદરામાં રોડ શો બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે PM મોદી
  • 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને સંબોધશે

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. ઉપરાંત મતદારોને આકર્ષવા કામગીરી સાથે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેવામાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.  PM મોદી 30 ઓક્ટોબરથી 3 દિવસ સુધી ગુજરાતના મહેમાન બની રહ્યા છે.  આ દરમિયાન તેઑ વડોદરા, અમદાવાદ, જાંબુઘોડા, ગાંધીનગર સહીતના વિસ્તારની મુલાકાત લેશે. જેને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.

31 ઓક્ટોબરે સવારે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર 30 ઓક્ટોબરે બપોરે PM મોદી વડોદરા ખાતે પહોંચશે. જ્યાં રોડ શો સહીતના કાર્યક્રમો યોજાશે. વડોદરામાં રોડ શો બાદ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે. આ ઉપરાંત વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન કેવડિયા ખાતે જશે. જ્યાં 31 ઓક્ટોબરે સવારે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી કેવડિયાથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા રવાના થશે.

1 નવેમ્બરના માનગઢમાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે
અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી થરાદની મુલાકાતે જશે.આ દરમિયાન થરાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલ વિકાસ કાર્યોની ભેટ આપશે અને જંગી જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ અમદાવાદ પરત ફરી રાત્રીરોકાણ રાજભવન ખાતે કરી શકે છે.  આ ઉપરાંત 1 નવેમ્બરના માનગઢમાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે અને બપોરે જાંબુઘોડામાં જનસભાનું સંબોધન કરશે.  વધુમાં ગાંધીનગર મહાત્માં મંદિરથી 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરશે. આમ સમગ્ર કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે દિલ્લી જવા રવાના થાય તેવી વિગત સામે આવી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ