બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / NRI News / France Talent passport scheme will give you 4 years work permit

ટેલેન્ટ આપશે તક / ફ્રાંસ જવા માટે તમારી 'ટેલેન્ટ' બનશે ઉપયોગી, 4 વર્ષની મળશે વર્ક પરમિટ, બસ આટલી વાતોનું ધ્યાન રાખો

Bhavin Rawal

Last Updated: 12:28 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પોતાને ત્યાં આવતા વિદ્યાર્થીઓ માટે નિયમો કડક કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ફ્રાંસ જેવા દેશ પોતાના દરવાજા ખોલી રહ્યા છે

જો તમે વિદેશ જવા ઈચ્છો છો, તો કયા દેશમાં શું ચાલી રહ્યું છે તેનાથી જરૂર અવગત હશો. એક તરફ કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પોતાને ત્યાં આવતા વિદ્યાર્થીઓ માટે નિયમો કડક કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ફ્રાંસ જેવા દેશ પોતાના દરવાજા ખોલી રહ્યા છે. તાજેતરમાં જ ફ્રાંસ સરકાર દ્વારા એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેનાથી ભારતીય વિદ્યાર્થીઓ-નાગરિકો માટે આ દેશમાં જવું સરળ બનવાનું છે. ઉલ્લેખનીય છે કે ફ્રાંસ યુરોપનો આધુનિક અને મજબૂત દેશ છે, એટલે અહીંયા જવાના જુદા જુદા ઘણા ફાયદા છે. 

4 વર્ષ સુધી કામ કરી શક્શો

ફ્રાંસની સરકાર દ્વારા નવી ટેલેન્ટ પાસપોર્ટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લઈને યોગ્ય ટેલેન્ટ ધરાવતા વિદેશી નાગરિકો ફ્રાંસમાં આવી શકે છે અને 4 વર્ષ સુધી ફ્રાંસમાં કામ પણ કરી શકે છે. ફ્રાંસ પોતાની ઈકોનોમીને બૂસ્ટ કરવા પર ફોકસ કરી રહ્યું છે, જેના માટે તેને વધુ મેન પાવરની જરૂર છે. એટલે નોન યુરોપિયન યુનિયન દેશોના લોકો તેમને હેલ્પ કરી શકે, તે માટે ખાસ ટેલેન્ટ પાસપોર્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ ટેલેન્ટ પાસપોર્ટ અંતર્ગત એવા લોકો ફ્રાંસ જઈ શક્શે, જેઓ આર્ટિસ્ટ છે, અથવા તો સાહિત્ય, સાયન્સ, શિક્ષણ, સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત છે, અથવા તો સારી ક્વોલિટીનું રિસર્ચ કરી રહ્યા છે. આવા યુવાનોને ચાર વર્ષ માટે ફ્રાંસમાં કામ કરવાની તક મળશે. આ ઉપરાંત જો તમે આંતરપ્રેન્યોર છો, તો માત્ર 30000 યુરો ઈન્વેસ્ટ કરશો, તો પણ તમને ફ્રાંસના ટેલેન્ટ પાસપોર્ટનો લાભ મળશે. જો કે આના માટે તમારી પાસે 5 વર્ષનો પ્રોફેશનલ અનુભવ અને માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે.

ભાષાનુ બંધન પણ નહીં નડે

ફ્રાંસ પોતાને ત્યાં આવતા લોકોને રેસિડેન્સી કાર્ડ આપે છે, તેના માટે ભાષાના નિયમો એકદમ કડક છે. તાજેતરમાં જ રેસિડેન્સી કાર્ડ માટે ભાષાના જ્ઞાનનું લેવલ A1થી વધારીને   A2 કરવામાં આવ્યું છે, તો કેટલાક કિસ્સામાં આ લેવલ A2થી વધારીને B1 કરી દેવાયું છે.   પરંતુ જો તમે ટેલેન્ટ પાસપોર્ટ માટે અપ્લાય કરો છો, તો તમને છૂટ મળે છે.

પરિવારને પણ જોડે લઈ જઈ શક્શો

જો તમને ફ્રાંસના ટેલેન્ટ પાસપોર્ટનો લાભ મળે છે, તો તમારી સાથે તમારો પરિવાર પણ ફ્રાંસ જઈને રહી શકે છે. તમારા બાળકો, પત્ની કે પતિને પણ મલ્ટિયર રેસિડેન્સીની પરમિટ મળી જાય છે અને જો તમારા પરિવારમાં 18 વર્ષથી વધુની ઉંમરના સભ્યો છે, તો તેઓ ફ્રાંસમાં રહીને કામ પણ કરી શકે છે.   એકવાર તમે ફ્રાંસ પહોંચી જાવ છો, ત્યાર બાદ તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો છે, ત્યાંથી તમને પરમિટ મળી જશે.


બસ આટલું ધ્યાન રાખજો

ફ્રાંસનો ટેલેન્ટ પાસપોર્ટ મેળવવા માટે તમે ત્યાં 3 મહિના કે તેથી વધુ સમય રોકાયેલા હોવા જરૂરી છે, સાથે જ તમારો એમ્પલોયમેન્ટ કોન્ટ્રાક્ટ પણ 3 મહિના કરતા વધુ સમયનો હોવો જરૂરી છે. આ ઉપરાંત હાઈ ક્વોલિફાઈડ નાગરિકોએ ઓછામાં ઓછો 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવો ફરજિયાત છે. જો તમે ફ્રાંસના ટેલેન્ટ પાસપોર્ટ માટે અરજી કરવા ઈચ્છો છો, તો ફ્રાંસ પહોંચ્યાના 2 મહિનામાં મલ્ટિયર રેસિડેન્સ પરમિટ માટે અરજી કરી શકો છો, જે બાદ તમને 4 વર્ષની પરમિટ મળશે. ચાર વર્ષ બાદ તમે તેને રિન્યુ કરી શક્શો. જો કે અહીં તમે જે કામ કરો છો, અને તમને જે પગાર મળે છે, તે સરકારે નક્કી કરેલા માપદંડો મુજબ હોવી જરૂરી છે.

વધુ વાંચો: Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

કેટલી સેલરી મળશે?

ટેલેન્ટ પાસપોર્ટ કેટેગરીમાં કોને કેટલી સેલરી મળશે, તે આંકડો જુદો જુદો છે. તમે કયા પ્રકારનું કામ કરો છો, તેના પર તમારી સેલરી ડિપેન્ટ કરે છે. તમને ફ્રાંસની સરકારના નિયમ મુજબ લઘુત્તમ વેતનથી લઈને દોઢગણો પગાર પણ મળી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે આ લિંક પર ક્લિક કરીને, અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ