બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / NRI News / Canada government changed rules of post graduation work permit know details

NRI News / Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

Megha

Last Updated: 11:20 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PGWP ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરીને કમાણી કરી શકે છે. જાણો, PGWP અંતર્ગત કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?

  • કેનેડાની સરકારે વિદ્યાર્થીઓ માટે PGWP નિયમોમાં ફેરફાર કર્યો. 
  • હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે.
  • કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરી શકે. 

કેનેડાની સરકારે વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. પરંતુ 1 સપ્ટેમ્બર 2024થી જે વિદ્યાર્થીઓ લાઈઝનિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એડમિશન મેળવી રહ્યા છે, તેઓ PGWPનો લાભ નહીં મેળવી શકે. સાથે જ કેનેડાની સરકારે સુધી ડિસ્ટન્સ લર્નિંગ અને PGWPની વેલિડીટી વધારીને 31 ઓગસ્ટ 2024 કરી છે.

ઉલ્લેખનીય ચે કે PGWP એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ વિદેશથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ઓપન વર્ક પરમિટ છે, જે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે. PGWP ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરીને કમાણી કરી શકે છે. હવે આ PGWPની સમયમર્યાદા કેટલી છે, તે તમારા સ્ટડી પ્રોગ્રામ, તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ બેમાંથી જે પણ પહેલા પૂરું થાય છે, તેના પર આધાર રાખે છે.

PGWP અંતર્ગત કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?

જો તમે કેનેડામાં ડેસિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશનમાંથી ડિગ્રી મેળવી છે અને થોડા સમય માટે તમારે કેનેડામાં નોકરી કરવા માટે રહેવું છે તો તમને PGWPનો લાભ મળશે. હવે અહીં ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશન કેનેડા સરકાર દ્વારા અપ્રૂવ કરવામાં આવેલી સંસ્થાઓ છે. તમે આવી સરકાર માન્ય સંસ્થામાંથી અભ્યાસ કર્યો હોવો ફરજિયાત છે. જો કે, PGWP પ્રોગ્રામ અંતર્ગત આવી જે સ્કૂલો લિસ્ટમાં સામેલ છે, તેમાંથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ આ નવા પ્રોગ્રામનો લાભ મળશે.

લાંબા ગાળાની વર્ક પરમિટ કોને મળશે?

એવા વિદ્યાર્થીઓ જેમણે PGWP અંતર્ગત આવતી સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી અબ્યાસ કર્યો છે તેમને જ 3 વર્ષ માટેની પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળી શક્શે. 

જો તમારો માસ્ટર ડિગ્રીનો કોર્સ 8 મહિના કરતા અથવા તો ક્યૂબિક ક્રેડેન્શિઅલ્સ માટે 900 કલાક કરતા ઓછાનો છે, તો તમને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટનો લાભ નહીં મળે. પરંતુ જો તમારો કોર્સ 8 મહિના લાંબો અતવા 900 કલાકનો કે તેના કરતા વધારે છે તો તમે 3 વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અપ્લા ય કરી શકો છો. પરંતુ આ વર્ક પરમિટનો લાભ સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ કરનાર વિદ્યાર્થીઓને નહીં મળે.

વધુ વાંચો: કેનેડામાં જૉબ કરવી છે? તો Apply કરવા અપનાવો આ ત્રણ રસ્તા, ખર્ચો પણ ઓછો, મહિનામાં પરમિટ

PGWP મેળવવામાં કેટલો સમય લાગશે?

તમારો અભ્યાસ પૂરો થઈ ગયાના 180 દિવસની અંદર તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી શકો છો. અરજી કર્યાના અને અપ્રૂવ થયાની વચ્ચે પણ તમે કેનેડામાં કામ કરવા માટે સ્વતંત્ર છો, બસ આ માટે તમારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી છે તેના પુરાવા જમા કરાવવા પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ