બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:49 PM, 14 February 2024
ADVERTISEMENT
કેનેડા અને ભારતના સંબંધો છેલ્લા થોડા સમયથી કથળેલા છે. પરંતુ તેમ છતાંય હજી પણ લાખો યુવાનો કેનેડા જવા ઈચ્છી રહ્યા છે. એક તરફ એવા અહેવાલ છે કે, કેનેડામાં નોકરીઓ ઘટી રહી છે, બીજી તરફ કેનેડાએ વિદેશથી આવતા યુવાનો માટે 90 હજાર વર્ક પરમિટ આપવાની જાહેરાત કરી છે. સારી વાત એ છે કે આ વર્ક પરમિટ મેળવવાનો ખર્ચો એકદમ ઓછો છે અને સમય પણ એક મહિના જેટલો જ લાગે છે. આ એવા ત્રણ વર્ક પરમિટના પ્રોગ્રામ છે, જેના વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ હોય છે.
ADVERTISEMENT
IEC તરીકે ઓળખાતો આ પ્રોગ્રામ તમને કેનેડામાં નોકરી અપાવવામાં મદદ કરી શકે છે. IEC અંતર્ગત ત્રણ એવા અંડરરેટેડ પાથવેઝ છે, જેની મદદથી 18થી 30 વર્ષના કોઈ પણ દેશના યુવાનો કેનેડામાં નોકરી માટે વિઝા અપ્લાય કરી શકે છે. આ વિઝા મળવાની પ્રોસેસ પાંચ સપ્તાહની જ છે, એટલે કે એક મહિના કરતા થોડા વધુ દિવસોમાં તમને પરમિટ મળી જવાની શક્યતા છે. સાથે જ તેનો ખર્ચો પણ 172 ડૉલર જેટલો સાવ ઓછો આવે છે.
ADVERTISEMENT
આ પ્રોગ્રામમાં તમને ઓપન વર્ક પરમિટ મળે છે. એટલે કે તમારી પાસે કેનેડામાં કોઈ નોકરી નથી, તો પણ તમે આ વિઝા માટે અપ્લાય કરી શકો છો. એકવાર વર્ક પરમિટ મળી જાય, પછી તમે કેનેડામાં જોબ શોધી શકો છો. વળી, આ પરમિટમાં તમે કોઈ પણ એમ્પ્લોયર એટલે કે કંપની માટે કામ કરી શકો છો. જો કે અહીં પણ કેટલાક અપવાદ છે. પરંતુ ફાયદો છે કે તમારી પાસે પહેલા કેનેડાની વર્ક પરમિટ હોય છે, અને પછી તમારે નોકરી શોધવાની હોય છે.
ADVERTISEMENT
આ પ્રોગ્રામ ઓપન વર્ક પરમિટ નથી, પરંતુ એમ્પ્લોયર સ્પેસિફિક વર્ક પરમિટ છે. એટલે કે પહેલા તમારે જોબ શોધવાની છે, પછી તમારા એમ્પલોયર તમને સ્પોન્સર કરશે. આ પ્રોગ્રામમાં તમે માત્ર એજ એમ્પલોયર માટે કામ કરી શકો છો, જે તમને સ્પોન્સર કરી રહ્યા છે. જો કે, અહીં તમારે એ સાબિત કરવાનું છે કે તમે જે જોબ મેળવી રહ્યા છો, તે તમારા પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે.
ADVERTISEMENT
નામ પ્રમાણે જ આ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ છે, એટલે સ્ટુડન્ટ તેના માટે અપ્લાય કરી શકે છે. જો તમે રજિસ્ટર્ડ વિદ્યાર્થી છો તો ઈન્ટર્નશિપ માટે અપ્લાય કરી શકો છો, જે બાદ તમે IEC અંતર્ગત વર્ક વિઝા મેળવીને કેનેડામાં નોકરી કરી શકો છો.
ADVERTISEMENT
IRCC એટલે કે ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ કેનેડાની વેબસાઈટ પ્રમાણે આ પ્રોસેસમાં માત્ર 172 ડોલરનો ખર્ચો થાય છે અને 5 વીકમાં પ્રોસેસ પૂરી થઈ જાય છે.
આ કોઈ પણ પ્રોગ્રામ અંતર્ગત વિઝા મેળવવા માટે તમારે પાર્ટનર કંટ્રીના સિટીઝન હોવું જરૂરી છે. જો તમે પાર્ટનર કંટ્રીના સિટીઝન નથી તો તમે RO દ્વારા અપ્લાય કરી શકો છો. RO એટલે કે રેકગ્નાઈજ્ડ ઓર્ગેનાઈઝેશન એવી સંસ્થા છે, જે વિદેશી નાગરિકોને અથવા કેનેડાના યુવાનોને કામ અને ટ્રાવેલમાં મદદ કરે છે.
1) સૌથી પહેલા ગૂગલમાં Work in Canada IEC ટાઈપ કરો એટલે પહેલું રિઝલ્ટ મળશે તેના પર ક્લિક કરો.
2) હવે તમારે નીચે સ્ક્રોલ કરીને More About IEC વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
3) અહીં તમને Partner countryની હાઈપર લિંક મળશે તેના પર ક્લિક કરો.
4) હવે ભારત આ લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરો. અમારી જાણકારી પ્રમાણે અહીં ભારતનું નામ નથી.
5) એટે તમારે RO દ્વારા અપ્લાય કરવું પડશે. અહીં તમને List of ROનું સેગમેન્ટ મળશે. જ્યાં તમને જુદી જુદી સંસ્થાના નામ અને તેમના ક્રાઈટેરિયા જોવા મળશે.
6) તમારે AIESEC Canada દ્વારા અપ્લાય કરવાનું છે.
નોંધ: આ માહિતી પ્રાથમિક રિસર્ચને આધારે આપવામાં આવી છે. કોઈ પણ પ્રકારના વિઝા અપ્લાય કરતા પહેલા નિષ્ણાતોની સલાહ જરૂર લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.