બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / NRI News / 4 European countries, where Indians have great job opportunities, visa is also easy to get

NRI ન્યૂઝ / જાણો વધુ 4 યુરોપિયન દેશ વિશે, જ્યાં ભારતીયો માટે નોકરીની છે ઉત્તમ તક, વિઝા મેળવવા પણ સરળ

Megha

Last Updated: 10:38 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્ટ 1માં અમે તમને જર્મની, નેધરલેન્ડ, ડેન્માર્ક અને સ્વીડનમાં નોકરીની તકો તેમજ ત્યાં થતી આવક વિશે વાત કરી હતી. આ આર્ટિકલમાં જાણો વધુ ચાર યુરોપિયન કંટ્રી વિશે, જ્યાં નોકરીની વધુ તકો છે.

  • યુરોપમાં નોકરી-વ્યવસાય માટેના ચાર બેસ્ટ દેશ
  • ડેન્માર્કમાં કંટ્રીમાં સૌથી વધુ પગાર મળે છે.
  • યુરોપમાં કામ કરવા માટે કયો દેશ, કયા વિઝા આપે છે?

જર્મની, નેધરલેન્ડ, ડેન્માર્ક અને સ્વીડન ઉપરાંત પણ બીજા ચાર યુરોપિયન કંટ્રીઝ છે, જે ભારતીયોને આવકારવા માટે તૈયાર છે. આ દેશોમાં ભારતીયો માટે નોકરીની સારી તક છે, ત્યારે ચાલો જાણીએ કે આ કંટ્રીઝમાં એવરેજ સેલરી કેટલી છે અને કયા પ્રકારના વિઝા સરળતાથી મળી રહે છે.

5. નોર્વે

નોર્ધન લાઈટ્સ માટે જાણીતા આ દેશમાં વર્કિંગ ક્લાસ માટે અને તેમના પરિવાર માટે સારી તકો છે. અહીં તમને કોસ્મોપોલિટન લાઈફસ્ટાઈલનો લાભ મળે છે, સાથે જ તમે જુદી જુદી સંસ્કૃતિઓને અનુભવી શકો છો. નોર્વે યુરોપનું પ્રોડક્શન હબ ગણાય છે, એટલે અહીં નોકરીની ઘણી તકો છે. ખાસ કરને આઈટી, એન્જિનિયરિંગ, ટેલિકમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રે અહીં ખાસ્સી વેકેન્સી છે. અહીં તમારે દિવસના 7.5 કલાક જ કામ કરવાનું હોય છે. સાથે જ તમને મહિનામાં 25 દિવસ કામ કરવાની તક મળે છે. તમે એક વર્ષની અનપેઈડ પેટર્નલ લી પણ લઈ શકો છો.     

Norway

નોર્વેમાં વર્ક વિઝા માટે સૌથી બેસ્ટ ઓપ્શન સ્કીલ્ડ વર્કર વિઝાનો છે. આ ઉપરંત તમે નોર્વેઈયન રેસિડેન્સ પરમિટ પણ મેળવી શકો છો, જે દર 2 વર્ષે રિન્યુ કરવાની હોય છે. નોર્વેની એવરેજ ગ્રોસ સેલરી 50,934 EUR છે.

6. યુનાઈટેડ કિંગ્ડમ

ભારતીયો યુરોપમાં યુકે પણ મોટા પ્રમાણમાં જાય છે. ઈવન અમેરિકન્સ પણ રિલોકેટ થવા માટે યુકે પર પસંદગી ઉતારે છે. અહીં તમે તમારો બિઝનેસ સેટઅપ કરી શકો છો, ફ્રીલાન્સિંગ કરી શકો છો, સાથે જ તમને નોકરીની તકો પણ મળે છે. યુકેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેનડ્, નોર્ધન આયર્લેન્ડનો સમાવેશ થાય છે. અહીં ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઝ છે. યુકે જવા માટે તમારે અંગ્રેજી સિવાય અન્ય કોઈ ભાષા શીખવાની રહેતી નથી. સાથે જ યુકે હાઈ સ્ટાન્ડર્ડ લિવિંગ માટે જાણીતું છે.     

United Kingdom

અહીં નોકરી કરવા પર તમને વર્,માં 48 પેઈડ લીવ્ઝ મળે છે, સાથે જ વીકલી વર્કિંગ અવર્સ પણ ઓછા છે, પરંતુ સેલરી અને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ્સ વધારે છે. યુકેમાં વર્ક વિઝા મેળવવા માટે જુદા જુદા ઓપ્શન છે. જેમ કે તમે સ્કીલ્ડ વર્કર વિઝા, હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા, સ્પેશિયાલિસ્ટ વર્કર વિઝા, સ્કેલ અપ વર્કર વિઝા, મિનિસ્ટર ઓફ રિલિજિયન વિઝા, ઈન્ટરનેશન સ્પોર્ટ્સ પર્સન વિઝા મેળવી શકો છો. અહીં એવરેજ ગ્રોસ સેલરી £31,461 છે.

7. પોર્ટુગલ

રોનાલ્ડોના દેશ એવા પોર્ટુગલમાં પણ વિદેશથી આવતા ઈમિગ્રન્ટ્સને ઉત્તમ તકો આપવામાં આવે છે. પોર્ટુગલ વિદેશથી જઈને વસા માટે સૌથી સહેલો દેશ છે, અને અડળક તકો પણ ધરાવે છે. પોર્ટુગલની કોસ્ટ ઓફ લિવિંગ અન્ય કોઈ પણ યુરોપિયન કંટ્રી કરતા ઓછી છે. સાથે જ અહીં રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને 12 મહિનામાં 15 વખત પગાર મળે છે. એટલે કે તમને ક્રિસમસ બોનસ અને હોલીડે બોનસ તરીકે બે એક્સ્ટ્રા સેલરી મળે છે. સાથે જ સરકાર તમને બેઝિક ઈન્સ્યોરન્સ, એજ્યુકેશન, વગેરેની સુવિધાઓ પણ આપે છે.

Portugal

પોર્ટુગલમાં નોકરી કરવા માટે તમારે વર્ક વિઝા માટે અપ્લાય કરવું પડે છે. જો તમે અહીં લાંબો સમય રહેવા ઈચ્ચો છો છો તો રેસિડેન્સી પરમિટ માટે અરજી કરી શકો છો. પોર્ટુગલમાં ત્રણ પ્રકારના જુદા જુદા પીઆર મળે છે. અહીં એવરેજ ગ્રોસ સેલરી 33,800 EUR છે.

8. ફિનલેન્ડ

આ દેશનું નામ તમે સમાચારમાં અવારનવાર સાંભળ્યું હશે. ફિનલેન્ડ રહેવા માટે બેસ્ટ કંટ્રીઝમાંની એક કંટ્રી છે. અહીં અભૂતપૂર્વ કુદરતી સોંદર્ય છે. ફિનલેન્ડમાં સૌથી વધુ જેન્ડર ઈક્વાલિટી છે. સાથે જ અહીં હેલ્થકેર, સેફ્ટી, એજ્યુકેશન સિસ્ટમ પર સરકાર વિશેષ ધ્યાન આપે છે. ફિનલેન્ડની કોસ્ટ ઓફ લિવિંગ થોડી વધારે છે. પરંતુ અહીં સરકાર તરફથી તમને હ્યુમન તરીકેની સુવિધા પણ ખૂબ સારી મળે છે. 

finland

વધુ વાંચો: રૂપિયાવાળા થવું છે? તો પહોંચી જાઓ આ 8 દેશમાં, કરી શકશો અઢળક કમાણી (Part 1)

ફિનલેન્ડમાં કામ કરવા માટે તમે રેસિડેન્સ વિઝા માટે અપ્લાય કરી શકો છો. જેમાં તમે કંટીન્યુઝ, ટેમ્પરરી અથવા પરમેનેન્ટ વિઝા અપ્લાય કરી શકો છો. ટેમ્પરરી રેસિડેન્સ વિઝામાં તમે 12 મહિના સુધી ફિનલેન્ડમાં રહી શકો છો. સાથે જ તમે બિઝનેસ વિઝા માટે પણ અપ્લાય કરી શકો છો, જે 90 દિવસ માટેના હોય છે. ફિનલેન્ડની એવરેજ સેલરી 43,440 EUR છે.

નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર પ્રાથમિક રિસર્ચને આધારે આપવામાં આવી છે. કોઈ પણ દેશમાં જતા પહેલા, વિઝા માટે અપ્લાય કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂરથી લો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ