બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / NRI News / વિશ્વ / Indians have best opportunity in these europian country for earning and jobs part 1

NRI ન્યૂઝ / રૂપિયાવાળા થવું છે? તો પહોંચી જાઓ આ 8 દેશમાં, કરી શકશો અઢળક કમાણી (Part 1)

Priyakant

Last Updated: 05:59 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI Latest News: વધુ પૈસા કમાવા માટે યુરોપનો કયો દેશ બેસ્ટ છે? ક્યાં કયા પ્રકારના વિઝા મળશે? અને સૌથી મહત્વનો સવાલ, કયા દેશમાં કેટલી કમાણી થશે?

  • યુરોપમાં નોકરી-વ્યવસાય માટેના ચાર બેસ્ટ દેશ
  • ડેન્માર્કમાં કંટ્રીમાં સૌથી વધુ પગાર મળે છે.
  • યુરોપમાં કામ કરવા માટે કયો દેશ, કયા વિઝા આપે છે?

NRI News : વિદેશ જવા માટે યુરોપ વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને કામનો અનુભવ લેવા ઈચ્છે છે, તેમના માટે યુરોપમાં ઘણી તકો રહેલી છે. વધુ પગાર, સારી તક, સારી લાઈફસ્ટાઈલ, સ્થાનિક સરકારનો સપોર્ટ વગેરે કારણોને લીધે ભારતીય વિદ્યાર્થીઓ યુરોપ જવા ઈચ્છતા હોય છે. પરંતુ અહીં એ જાણવું જરૂરી છે કે તમારા ફ્યુચર પ્લાન પ્રમાણે યુરોપનો કયો દેશ તમારા માટે બેસ્ટ છે

આંકડા મુજબ યુરોપમાં જનારા 100માંથી 10 વિદેશીઓ ભારતીય હોય છે. એટલે 10 ટકા ભારતીય હોય છે. તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે યુરોપના કયા દેશમાં ભારતીયો માટે કામની વધારે તક છે, અને ક્યાં રહેવામાં વધારે ફાયદો છે, ક્યાંના વર્ક વિઝા તમને ઝડપથી મળી જશે.

1. જર્મની

વિશ્વની ટોચની અર્થવ્યવ્સથા ધરાવતા દેશંમાંનો એક દેશ અને સૌથી વધુ નિકાસ કરતા દેશ જર્મનીમાં કરિયર માટે વિપુલ તક છે. વિદેશથી આવતા મોટા ભાગના એન્જિનિયર્સ માટે જર્મની તકોનો દરવાજો ખોલીને બેઠું છે. 2022ના હેપ્પીનેસ ઈન્ડેક્સમાં 13મા ક્રમે આવનાર જર્મનીમાં પેઈડ લીવ્ઝ, હેલ્થ બેનિફિટ્સ સહિતની અનેક સુવિધાઓ મળે છે. જર્મનીમાં રહેવાનો ખર્ચ અન્ય દેશ કરતા વધારે હોઈ શકે છે, પરંતુ અન્ય યુરોપિયન કંટ્રી કરતા અહીં રહેવું સસ્તું છે. જર્મનીમાં વર્ક લાઈફ બેલેન્સ અને વર્ક કલ્ચર ખૂબ જ જાણીતું છે. અહીં તમને એક વીકમાં 27 કલાક કામ કરવાની તક મળે છે, સાથે જ બીજા પણ સંખ્યાબંધ ફાયદા મળે છે. 

Germany (File Photo)

જર્મનીના ડિરેક્ટ વર્ક વિઝા મળવા કદાચ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તેના બદલે તમારે જર્મનીના જોબ સીકર વિઝા માટે અપ્લાય કરવું જોઈએ, જેને કારણે અહીં પહોંચતા જ તમે કામ કરવા માટે એલિજિબલ થઈ શકો છો. એકવાર તમને નોકરી મળી જાય, ત્યાર બાદ તમે વર્ક વિઝા માટે અપ્લાય કરી શકો છો.જર્મનીમાં એવરેજ ગ્રોસ સેલરી 47,400 EUR હોય છે.

2. નેધર લેન્ડ

નેધરલેન્ડઝમાં સારી લાઈફ સ્ટાઈલ, વર્ક લાઈફ બેલેન્સ જેવા કારણોસર ઈમિગ્રન્ટ્સ મોટા પ્રમાણમાં આવે છે. 2022ના હેપ્પીનેસ ઈન્ડેક્સમાં નેધરલેન્ડને 5મો નંબર મળ્યો હતો, સાથે જ અહીંની ઈકોનોમી પણ મજબૂત છે. નેધર લેન્ડ્ઝ બહારથી આવતા નાગરિકોને એન્ટરપ્રિન્યોર બનવા માટે સારી તક પુરી પાડે છે. તમે અહીંની લોકલ કંપનીઝમાં રોકાણ કરી શકો છો. જો તમે અહીં જઈને નોકરી કરવા ઈચ્છો છો,તો પણ ઘણી તક છે. નેધરલેન્ડમાં કામ કરવા માટે તમારી પાસે કંપનીની સ્પોન્સરશિપ હોવી જરૂરી છે, જેથી તમને વિઝા સરળતાથી મળી જશે. અહીં વાર્ષિક 20 રજાઓ, હોલી ડે અલાઉન્સ, 16 વીકની મેટરનિટી લીવ સહિતના કાયદા નોકરિયાતો માટે છે. તમે નેધરનલેન્ડ્ઝમાં નોકરી પહેલા ઈન્ટર્નશિપ માટે પણ અપ્લાય કરી શકો છો. અહીં અન્ય દેશ કરતા રહેવાનું મોંઘુ છે, એટલે ટૂંકા ગાળા માટે જવું પ્રિફરેબલ નથી.

NeadharLand (File Photo)

નેધરલેન્ડના કામ કરવા માટે વર્ક વિઝા સ્પોન્સરશિપ હોવી જરૂરી છે. સાથે જ ઈન્ટરવ્યુ પહેલા તમને બેઝિક ડચ ભાષા આવડવી જરૂરી છે. સાથે જ તમે જે કંપનીમાં કામ કરવા ઈચ્છો છો, તેનો સ્પોન્સરશિપ લેટર તમને વિઝા અપાવવામાં મદદ કરશે. આ ઉપરાંત તમે સ્ટાર્ટ અપ વિઝા માટે પણ અપ્લાય કરી શકો છો. નેધરલેન્ડમાં એવરેજ ગ્રોસ સેલરી 38,500 EUR છે.

3. ડેન્માર્ક

2022ના વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સમાં ડેન્માર્ક બીજા ક્રમાંકે હતું. અહીં સોશિયલ વેલ્ફેર રિસોર્સિસ અને વર્ક લાઈફ બેલેન્સ લોકોને આવવા માટે આકર્ષે છે. ડેન્માર્કમાંત ને હાઈ સ્ટાન્ડર્ડ લીવિંગ મળે છે.ડેન્માર્કની કોસ્ટ ઓફ લિવિંગ થોડી વધારે છે, પરંતુ અહીં એવરેજ સેલરી પણ બીજા યુરોપિયન કંટ્રી કરતા વધારે છે. સાથે જ અહીં વર્કિંગ અવર્સ બીજા દેશો કરતા ઓછા છે. વળી અહીંની ભાષા અંગ્રેજી છે, એટલે તમારે કોઈ અલગથી ભાષા શીખવાની જરૂર નથી.

Denmark (File Photo)

જો તમે ડેન્માર્ક જવા ઈચ્છો છો તો વર્ક વિઝા માટે અપ્લાય કરી શકો છો. યુવાનો માટે ટ્રેઈની વિઝા પણ કામ કરી શકે છે. જોકે, ડેન્માર્કમાં ફૂલ ટાઈમ કામ કરવા માટે તમારે રેસિડેન્ટ પરમિટની સાથે વર્ક પરમિટની જરૂર પડે છે.  ડેન્માર્કની એવરેજ ગ્રોસ સેલરી 71,820 EUR છે, જે કોઈ પણ યુરોપિયન કંટ્રી કરતા વધારે છે.

4. સ્વીડન

યુરોપની મધ્યમાં આવેલા આ દેશનું માર્કેટ ખૂબ ઝડપથી વિક્સી રહ્યું છે. પરિણામે અહીં સ્ટાર્ટ અપ માટે પણ ખાસ્સી તક છે. અહીંના લોકો પણ મળતાવડા છે, એટલે તમને ક્યારેય અતડું નહીં લાગે. વળી અહીં કોર્પોરેટ કલ્ચર, પલ્બિક સર્વિસ જેવી ઘણી તકો નોકરી માટે મળી રહે છે. સ્વિડીશ માર્કેટ નોકરી માટે ખૂબ જ હેલ્ધી માર્કેટ ગણાય છે, અહીં નોકરિયાતોના હક અને પેઆઉટ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સ્વીડનનો એમ્પ્લોયમેન્ટ રેટ વિશ્વમાં સાતમા ક્રમાંકે છે. 

Sweden (File Photo)

સ્વીડનમાં કામ કરવા માટે તમે જોબ સીકર વિઝા લઈ શકો છો, જે વિદેશથી આવતા લોકોને અહીં આવીને નોકરી શોધવાની તક આપે છે. એકવાર તમારા હાથમાં જોબ ઓફર હોય, તો તમે તરત જ વર્ક વિઝા માટે અપ્લાય કરીને સ્વીડનમાં રહી શકો છો. આ ઉપરાંત સ્વીડન ગવર્નમેન્ટ એમ્પ્લોયર સ્પોન્સર્ડ સ્વીડન વર્ક પરમિટ, ઈન્ફ્રા કંપની ટ્રાન્સફર, બિઝનેસ વિઝા, સેલ્ફ એમ્પલોયમેન્ટ વિઝા, ઈયુ બ્લુ કાર્ડ વિઝા આપે છે. સ્વીડનની એવરેજ ગ્રોસ સેલરી 49,014 EURO છે.

વધુ વાંચો: અમેરિકાથી લઇને યુરોપ સુધી..., જો તમે પણ છો આ કેટેગરીમાં, તો મળશે 82 લાખની સ્કોલરશિપ, જાણો એપ્લાય પ્રોસેસ

નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર પ્રાથમિક રિસર્ચને આધારે આપવામાં આવી છે. કોઈ પણ દેશમાં જતા પહેલા, વિઝા માટે અપ્લાય કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂરથી લો. આ સાથે આ આર્ટિકલ Part 1 હોવાથી આમાં હાલ 4 દેશની જ માહિતી છે. અન્ય 4 દેશની માહિતી Part 2 આર્ટિકલમાં આપવામાં આવશે. જેની સૌએ નોંધ લેવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ