બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / fourth shot of coronavirus vaccine to be needed soon israel health expert says

ચેતવણી / હે ભગવાન! કોરોના વેક્સિનના ચોથા ડોઝની પણ જલ્દી જ પડશે જરૂર, જાણો કોણે આપી આવી ચેતવણી

Published By: Bhushita

Last Updated: 09:55 AM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને નાથવા ઈઝરાયલ તમામ કોશિશ કરી રહ્યું છે ત્યારે અહીંના હેલ્થ એક્સપર્ટ સલમાન જારકાએ કહ્યું કે જલ્દી કોરોના વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશે.

  • WHOએ બૂસ્ટ શોટ શરૂ ન કરવાનો આગ્રહ
  • ઝડપથી વધી રહ્યા છે ડેલ્ટા વેરિઅન્ટના નવા કેસ
  • ઈઝરાયલે ચોથા ડોઝની જરૂરિયાતને ગણાવી ખાસ 

  
ઈઝરાયલમાં લોકોને લગાવવામાં આવી રહ્યા છે બૂસ્ટર ડોઝ
મળતી માહિતી અનુસાર ઈઝરાયલ પોતાના નાગરિકોને કોરોના વાયરસના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી ચૂક્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દેશના બૂસ્ટર પ્રોગ્રામને શરૂ ન કરવાનો આગ્રહ કર્યો છે.  WHOનું કહેવું છે કે એવું ત્યાં સુધી નહીં કરાય જ્યાં સુધી દરેક દેશના ઓછામાં ઓછા નબળા લોકોને વેક્સિનેશન કરવામાં સક્ષમ નહીં બને. 

 હેલ્થ એક્સપર્ટે આપી આ સલાહ
સલમાન જારકાનું કહેવું છે કે કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. ડેલ્ટા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આશંકા છે કે તેનાથી મોત અને હોસ્પિટલમાં દાખલ થનારાનો આંક વધી શકે છે. તેમનું કહેવું છે કે કોરોના વેક્સિનનો ચોથો ડોઝની જરૂર જલ્દી પડી શકે છે અને આ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. તેમનું કહેવું એમ પણ છે કે કોરોના વેરિઅન્ટની સામે બૂસ્ટર ડોઝ સક્ષમ બની શકે છે. ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસની સાથે બૂસ્ટર ડોઝની જરૂર વધી રહી છે.  

ચોથી લહેરથી લેવાની રહેશે શીખ
સલમાન જારકાએ કોરોનાની નવી લહેરને વિશે ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે અમે કોરોનાની ચોથી લહેરથી શીખીશું. કોરોના અને નવા વેરિઅન્ટ આવી શકે છે. જેવું કે સાઉથ અમેરિકા મહાદ્વીપમાં થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું પણ કહેવું છે કે ભવિષ્યમાં ઓછામાં ઓછા 6 મહિના કે એક વર્ષમાં બૂસ્ટર ડોઝની જરૂર પડશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Israel Vaccination fourth shot health expert ઈઝરાયલ કોરોના વાયરસ ચેતવણી ચોથો ડોઝ ડેલ્ટા વેરિઅન્ટ બૂસ્ટર ડોઝ વેક્સિન fourth shot of coronavirus vaccine

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ