બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / former us president donald trump says if he was american president kabul attacks never happened
ADVERTISEMENT
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત અફઘાનિસ્તાન અને તાલિબાનને લઈને હાલના રાષ્ટ્રપતિ જો બાયડન પર પલટવાર કરી રહ્યા છે. કાબુલમાં ધમાકામાં 100 લોકોના મોત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરી બાયડન પર કડક શબ્દોમાં પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો કાબુલમાં હુમલા ન થાત. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બોલતા ટ્રમ્પે પહેલા પણ બાયડન પર નિશાન સાધ્યું છે. ત્યારે તેઓએ પૂછ્યું હતું કે મને મિસ કરી રહ્યા છો.

ADVERTISEMENT
કહ્યુ શોકગ્રસ્ત છે અમેરિકા
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ સમયે તેઓએ કાબુલની ઘટનાને લઈને કહ્યું કે આ દુર્ઘટના ન બનતી જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત. તેઓએ કહ્યું કે એક રાષ્ટ્રની રીતે અમેરિકા પોતાના બહાદુર સિપાહીના મોતને કારણે શોકગ્રસ્ત છે. અફઘાનિસ્તાનમાં થયેલા આતંકી હુમલા બર્બર છે. અમેરિકાના બહાદુર સિપાહીઓએ પોતાના જીવનું બલિદાન આપી દીધું અને ફરજ અદા કરી છે. ટ્રમ્પે કહ્યું કે આ સિપાહીઓએ દેશવાસીઓને બચાવવા માટે જીવ જોખમમાં મૂક્યા છે. તેઓએ જીવ આપવાનું યોગ્ય માન્યુ પણ દેશવાસીઓને સુરક્ષિત રાખ્યા. અમેરિકી ફોજીઓને યાદ કરતા ટ્રમ્પે કહ્યું કે આ એક અમેરિકી હીરોની જેમ શહીદ થયા છે અને દેશ તેમને હંમેશા યાદ રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.