બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહનસિંહે આજે ભાજપ પર નિશાન સાધ્યું જેમા તેમણે કહ્યું તે લોકો અમારા સારા કામ યાદ કરી રહ્યા છે. સાથેજ તેમણે પીએમ મોદીની સુરક્ષાને મુદ્દે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના લોકોના અપમાન કરવાની વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે ભાજપના રાજમાં અમીર લોકો વધુ અમીર થઈ રહ્યા છે. જ્યારે ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે.
They (BJP-led govt) have no understanding of economic policy. The issue is not limited to the nation. This govt has also failed on foreign policy. China is sitting at our border & efforts are being made to suppress it: Former PM & Congress leader Manmohan Singh pic.twitter.com/yBd9oZcRXQ
— ANI (@ANI) February 17, 2022
ADVERTISEMENT
સંવિધાનિક સંસ્થાઓ સતત નાજુક કરવામાં આવી
ADVERTISEMENT
મનમોહનસિંહે એવું પણ કહ્યું કે આ સરકારનો નકલી રાષ્ટ્રવાદ જેટલો ખોકલો છે તેટલોજ ખતરનાક પણ છે. આમનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની વહેચો અને રાજકરોની નીતિ જેવો છે. સાથેજ તેમણે કહ્યું સંવિધાનિક સંસ્થાઓને સતત નાજુક કરવામાં આવી રહી છે. ઉપરાંત એવું પણ કહ્યું કે આ સરકાર વિદેશ નીતિના મોર્ચા ઉપર પણ નિષ્ફળ નિવડી છે.
લોકો મોંઘવારીથી હેરાન
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર પર વધું પ્રહાર કરતા મનમોહન સિંહે કહ્યું કે ખારબ નીતિઓને કારણે લોકો આર્થિક બેરજગારી અને મોંઘાવારીથી હેરાન છે. સાડા સાત વર્ષ સરકાર ચલાવ્યા પછી પણ સરકાર તેમનમી ભૂલો સુધારવાને બદલે પહેલા વડાપ્રધાન જવાબહરલાલ નહેરુને જવાબદાર ગણાવામાં લાગી છે.
Relationships do not improve by giving hugs to politicians, or by going to eat biryani without invitation. Their (BJP govt's) nationalism is based on the British's divide & rule policy. Constitutional institutions are being weakened: Former PM & Congress leader Manmohan Singh pic.twitter.com/qWNtpdnsMo
— ANI (@ANI) February 17, 2022
ADVERTISEMENT
વિદેશ નીતિમાં પણ સરકાર નિષ્ફળ
ADVERTISEMENT
મનમોહન સિંહે આગળ એવું પણ કહ્યું કે ભાજપના નેતૃત્વ વાળી સરકારમાં આર્થિક નીતિની કોઈ સમજ નથી. આ મુદ્દો દેશ સુધી સીમિત નથી. સરકાર વિદેશ નીતિ પર પણ નિષ્ફળ રહી છે. ચીન આપણી સીમા પર બેઠું છે અને દબાવાનો પ્રયાસ કરી રહ્યું છે.
PM મોદીના પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર
ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદીએ અબોહરમાં ફરી જનસભા સંબોધીત કરતા કોંગ્રેસ પર હુમલો કર્યો અને કહ્યું કે એક વાર 5 વર્ષ મને આપો. દેશમાં જેટલા પણા રાજ્યો છે ત્યાથી કોંગ્રેસ એકવાર ગઈ તો પરત નથી આવી શકી. જ્યા પણ ભાજપને આશીર્વાદ મળ્યા છે ત્યા કોંગ્રેસ જડમૂળથી સમાપ્ત થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.