બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Former Congress MP and party's senior leader Eknath Gaikwad passes away in Mumbai

મહામારી / કોરોના બન્યો કાળ : મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાનું સંક્રમણના કારણે નિધન

Published By: Parth

Last Updated: 12:49 PM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કાળા કહેર વચ્ચે મુંબઈના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગાયકવાડનું નિધન થયું છે.

  • રાજનેતાઓમાં કોરોના વાયરસનો કહેર 
  • મુંબઈ કોંગ્રેસે કોરોનાના કારણે દિગ્ગજ નેતાને ગુમાવ્યા 
  • કોંગ્રેસને આગળ લાવનાર એકનાથ ગાયકવાડનું નિધન 

કોંગ્રેસે મોટી ખોટ પડી 

કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ મુંબઈ અધ્યક્ષ એકનાથ ગાયકવાડનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. એકનાથ ગાયકવાડ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના પિતા હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. જાણકારી અનુસાર સવારે 10 વાગે તેમનું નિધન થયું છે. 

તેમના દીકરી અત્યારે મહારાષ્ટ્રમાં છે શિક્ષણ મંત્રી 

એકનાથ ગાયકવાડ કોંગ્રેસના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસને આગળ લાવવામાં તેમનું મોટું યોગદાન હતું. ગાયકવાડના નિધનથી મુંબઈ કોંગ્રેસના સંગઠનને એક મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ સહિતના મોટા નેતાઓએ ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એકનાથ ગાયકવાડનો આખો પરિવાર અત્યારે હોસ્પિટલમાં છે અને બપોર બાદ પરિવારને શબ સોંપવામાં આવશે, જે બાદ તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઑ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. 

કોંગ્રેસને પડ્યો જોરદાર ફટકો 

મહારાષ્ટ્રના ગૃહરાજ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સતેજ પાટિલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પાછલા 20-25 વર્ષથી અમારા જેવા નેતાઑ તેમને એક વરિષ્ઠ નેતા તરીકે જોતાં હતા અને મુંબઈની કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. તે એક એવા નેતા હતા જે બધાને સાથે લઈને ચાલતા હતા અને તેમનાથી ઘણું બધુ શીખવા મળ્યું છે. 

નોંધનીય છે કે ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે સતત કોહરામ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરે એવો કહેર મચાવ્યો કે લોકો સારવાર વિના જ મોતને ભેટી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Maharashtra congress covid 19 કોંગ્રેસ કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ