ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Former Congress leader Rohan Gupta will join BJP

BIG BREAKING / રોહન ગુપ્તાએ કર્યા કેસરિયા, રાજીનામા પૂર્વે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે બનાવ્યા હતા ઉમેદવાર

Published By: Priykant Shrimali

Last Updated: 01:10 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા, 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું

ADVERTISEMENT

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે.  આ અગાઉ 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર પણ કર્યો હતો. નોંધનિય છે કે, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. આ તરફ જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઈનકાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર સામે આવ્યા છે કે, રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પૂરીના હસ્તે કેસરિયા કર્યા છે. 

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે. 

વધુ વાંચો: શું છે VPN? જેના આધારે ટિકળખોળે ઈમેઈલથી સુરતના મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

અગાઉ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 અમદાવાદ પૂર્વ બેઠક કેસરિયા રોહન ગુપ્તા રોહન ગુપ્તા ભાજપમાં Lok Sabha Election 2024

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ