ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Major update on Surat mall bomb threat case

સાયબર ક્રાઈમ / શું છે VPN? જેના આધારે ટિકળખોળે ઈમેઈલથી સુરતના મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

Published By: Priykant Shrimali

Last Updated: 12:09 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Mall Bomb Latest News: પ્રાથમિક તપાસમાં આ ઈમેલ યુરોપના ફિનલેન્ડ નામના દેશમાંથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું, પોલીસે ચોક્કસ વિગતના આધારે ટીમ પણ રવાના કરી

ADVERTISEMENT

Surat Mall Bomb News : સુરતના ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલની અંદર બોમ્બ મુકાયા હોવાના ઇમેલ કેસ મામલે મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ આ કેસમાં પોલીસ સઘન તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ઈમેલ યુરોપના ફિનલેન્ડ નામના દેશમાંથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, અગાઉ જ્યારે વી.આર. મોલની અંદર બોમ્બ મુકાયા હોવાના ઇમેલ મળ્યા બાદ દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. 

સુરતના ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ યુરોપના ફિનલેન્ડથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિગત સાઈબર પોલીસે IP એડ્રેસના આધારે શોધી કાઢી છે. સમગ્ર મામલે કોઈ ટીખળખોરે VPNનો ઉપયોગ કર્યો હોય તેવું પણ પોલીસ અનુમાન કરી રહી છે. જોકે પોલીસે ચોક્કસ વિગતના આધારે ટીમ પણ રવાના કરી હોવાની વિગતો મળી છે. નોંધનિય છે કે, સમગ્ર મામલે પોલીસે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જ જાણકારી આપી નથી. 
 
શું છે VPN ?   

  • VPNનું પુરૂ નામ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ટ છે
  • કનેક્શનને રૂટ કરીને ખાનગી રીતે ઈન્ટરનેટ કનેક્ટ થાય છે
  • ઓનલાઈન ઓળખ છુપાવીને ઈન્ટરનેટ વાપરી શકાય છે
  • ઈન્ટરનેટના ઉપયોગ સમયે કોઈ વેબસાઈટમાં સીધા પ્રવેશ કરી શકાતું નથી
  • સીધા વેબસાઈટમાં જવાના બદલે ઈન્ટરનેટ ટ્રાફિક સર્વર રૂટ કરીને વેબસાઈટમાં પ્રવેશે છે
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણનું IP સંતાડીને VPNનું IP જાહેર થતુ હોય છે
  • VPN સર્વરથી પ્રતિબંધિત સામગ્રીને એક્સેસ કરી શકાય છે

VPNના પ્રકાર
1- સોફ્ટવેર (સોફ્ટવેર મારફતે VPN કેવી રીતે ઉપયોગ થાય?)

  • સોફ્ટવેર મારફતે VPN ઉપયોગ કરવા ભાડું ચૂકવવું પડે છે
  • ભાડું ચૂકવીને સોફ્ટવેર મારફતે VPNનો ઉપયોગ કરી શકાય
  • કેટલિક કંપનીઓ મોબાઈલ અને કોમ્પ્યુટરમાં સોફ્ટવેર આપે છે

વધુ વાંચો: હવે અમદાવાદના એકસાથે 60 રૂટ પર દોડશે ડબલ ડેકર બસ, પર્યાવરણને ધ્યાને લેતા લેવાયો નિર્ણય

2- હાર્ડવેર (હાર્ડવેર મારફતે VPNનો કેવી રીતે થાય છે ઉપયોગ?)

  • ખાનગી કંપની પાસે હાર્ડવેર ડિવાઈસ ખરીદીને VPNનો ઉપયોગ થાય છે
  • હાર્ડવેર મારફતે VPNનો મોટા ભાગે IT કંપનીઓ ઉપયોગ કરે છે
  • VPNના ઉપયોગ માટે CYBROM અને CISCO જેવા ડિવાઈસ મળે છે
  • સોફ્ટવેર કરતા હાર્ડવેર ડિવાઈસ વધુ ખર્ચાળ હોય છે
  • સોફ્ટવેર કરતા VPNનું  હાર્ડવેર વધુ સુરક્ષિત હોય છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Surat Mall Bomb News VPN surat ફિનલેન્ડ બોમ્બ વી.આર.મોલ સુરત Surat Mall Bomb News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ