ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Former coach Ravi Shastri came out in support of Virat Kohli

મોટુ નિવેદન / વિરાટ કોહલીના સમર્થનમાં ઉતર્યા પૂર્વ કોચ રવિ શાસ્ત્રી, ગાંગુલી અને સચિન વીશે કહી દીધી આ મોટી વાત

Published By: Ronak

Last Updated: 01:30 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ફરી વિરાટ કહોલીને સમર્થન આપ્યું. જેમા તેમણે એવું કહ્યું કે ગાંગુલી સારો ખેલાડી હતો તો પણ તે વર્લ્ડ કપ ન જીતી શક્યો અને સચીન પણ 6 વર્લ્ડ કપ રમ્યો ત્યારે તે જીત્યો હતો.

ADVERTISEMENT

  • વિરાટ કહોલીના સમર્થનમાં ઉતર્યા પૂર્વ કોચ રવિ શાસ્ત્રી 
  • ગાંગુલી અને સચિન વીશે કહી મોટી વાત
  • અગાઉ પણ રવિ શાસ્ત્રીએ કોહલીને સમર્થન આપ્યું હતું 

ભારતીય ક્રિકેટ ટીમમાંથી વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી છે. ત્યારે આ મામલે પૂર્વ કોચ રવિ શાસ્ત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કોહલી જ્યારે કેપ્ટન હતો ત્યારે લાંબા સમય સુધી રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ રહી ચુક્યા છે. અગાઉ પણ કેપ્ટનશીપને લઈને રવિ શાસ્ત્રીએ કોહલીને સમર્થન આપ્યું હતું ત્યારે વધુમાં ફરી તેઓ તેના સમર્થનમાં ઉતર્યા છે. 

ક્રિકેટરોના નામ સાથે ઉલ્લેખ કરી કહી મોટી વાત 

વિરાટ કોહલીના સમર્થનમાં રવિ શાસ્ત્રીએ આ વખતે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે ભારતીય ટીમના ઘણા સારા અને સીનિયર ખેલાડીઓએ વર્લ્ડ કપ નથી જીત્યો. નામ સાથે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સૌરવ ગાંગુંલી, રાહુલ દ્રવિડ, લક્ષ્મણ, કુંબલે અને રોહિત શર્મા સહિતના ક્રિકેટરો વર્લ્ડ કપ નથી જીતી શક્યા. 

સચિન પણ 6 વખત વર્લ્ડ કપ રમ્યા પછી જીત્યા : રવિ શાસ્ત્રી 

જોકે આ નિવેદન આપ્યા બાદ તેમણે એવું કહ્યું કે વર્લ્ડ કપ નથી જીતી શક્યા તેનો મતલબ એ નતી કે તેઓ ખરાબ ખેલાડી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે સચિન તેંદુલકરને વર્લ્ડકપ જીતવા માટે 6 વર્લ્ડકપ રમવા પડ્યા હતા ત્યારે તે જીત્યો હતો. 

વિશ્વ કપની જીતથી કોઈ ખેલાડીને જજ ન કરી શકાય: રવિ શાસ્ત્રી 

મીડિયા સાથે વાતચીત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે ટીમ ઈન્ડિયા પાસે અત્યાર સુધીમાં માત્ર 2 વિશ્વ વિજેતા કપ્તાન છે. સાથેજ તેમણે કહ્યું કે તમે હંમેશા જીતવા માટેજ જાવ છો. પરંતુ એવું પણ નથી કે દરેક ખેલાડીને તમે વિશ્વ કપની જીતથીજ જજ કરો. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે એક ખેલાડી તરીકે તમારું ક્રિકેટ કરિયર કેવું રહ્યું કેટલા લાંબા સમય સુધી તમે રમ્યા અને કેવું રમ્યા છો તેના પરજ ખેલાડીને જજ કરવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ravi Shastri Sachin Tendulkar Sourav Ganguly Virat Kohli રવિ શાસ્ત્રી વિરાટ કોહલી સચીન તેંડૂલકર સૌરવ ગાંગુલી ravi shastri

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ