બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / former CM Vijay Rupani Congress leaders Gandhinagar court summons

માનહાનિની અરજી / પૂર્વ CM વિજય રૂપાણી પર આક્ષેપો કરનારા કોંગ્રેસ 4 નેતાઓને કોર્ટમાં હાજર થવાનો આદેશ

Hiren

Last Updated: 09:40 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે રાજકોટમાં સહારાની જમીનમાં હેતુ ફે૨ ક૨વા અંગેના બદનક્ષીના આક્ષેપો ક૨ના૨ કોગ્રેસના આગેવાનોને ગાંધીનગર કોર્ટે સમન્સ પાઠવ્યું છે.

  • પૂર્વ CM વિજય રૂપાણી પર આક્ષેપનો મામલો
  • કોંગ્રેસ ચાર નેતાઓને ગાંધીનગર કોર્ટનું સમન્સ
  • આણંદપર ગામની 500 કરોડની જમીનમાં હેતુફેરમાં ગોટાળાનો આક્ષેપ

કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી આણંદપર ગામની 500 કરોડની જમીનમાં હેતુફેરમાં ગોટાળાના પૂર્વ CM વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ પર આક્ષેપો કર્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ માનહાનિની અરજીને ગાંધીનગર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. CRPCની કલમ 202 મુજબ કાર્યવાહી કરવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર કોર્ટે વિરોધ પક્ષના નેતાઓ સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે.ચાવડા અને અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલયને કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. 

કોંગ્રેસ નેતાઓએ કર્યા હતા આક્ષેપ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમેરિકા હતા તે સમયે 22 ફેબ્રુઆરીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ 500 કરોડની જમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો હતો. આ મામલે 2 માર્ચે એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે બદનક્ષી બદલ કોંગ્રેસ નેતાઓને નોટીસ મોકલવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, કોંગ્રેસના ખોટા આરોપોથી પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે, આથી 15 દિવસની અંદર લેખિતમાં માફી માગે અને તમામ આરોપ પરત ખેંચી લે. લેખિત માફી તમામ મીડિયાને મોકલી આપે નહીં તો કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવશે.

આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ 500, 114 અન્વયેના ગુનાની કાર્યવાહી ચલાવવા અને ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 204 હેઠળ ફોજદારી કેસ નોંધી સમન્સ ઈશ્યુ કરી તમામને કોર્ટમા હાજર રહેવા આદેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ