બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Former CM of Punjab Captain Amarinder Singh travels to Delhi again

રાજકારણ / કેપ્ટન અમરિંદર સિંહ ફરી દિલ્હી પ્રવાસે જતા રાજકારણમાં હડકંપ, અમિતશાહ સાથે મુલાકાત કરી આ મુદ્દે કરશે ચર્ચા

Published By: Ronak

Last Updated: 03:24 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન અમરિંદર સિંહ આજે ફરી દિલ્હી પ્રવાસે ગયા છે. ત્યારે તેઓ અમિતશાહ સાથે ફરી મુલકાત લે તેવી શક્યતા છે. જેના કારણે પંજાબના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

  • પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ ફરી દિલ્હી પ્રવાસે 
  • અમિતશાહ સાથે દિલ્હીમાં કરશે મુલાકાત 
  • 2 દિવસ સુધી તેઓ દિલ્હીના પ્રવાસે 

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી છે. તેઓ હવે રાજકારણમાં અલગ પ્લાન બનાવી રહ્યા છે પરંતુ આ મામલે તેમણે હજું સુધી કોઈ ખુલાસો નથી કર્યો. પરંતુ તેમની ગતી વિધીઓ પર કોંગ્રેસજ નહી બધીજ રાજકીય પાર્ટીઓ નજર રાખી રહી છે. કારણકે તેમને રાજકારણમાં લાંબો અનુભવ છે. 

બીએસએફના જવાનોને ખાસ અધિકાર 

પંજાબંમાં બીએસએફના જવાનોને 50 કિમીના દાયરામાં વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જે મામલે સૌ કોઈને એમ લાગી રહ્યું છે કે કેપ્ટનેજ કેન્દ્ર સરકાર સાથે મળીને આ કાર્યને અંજામ અપાવ્યો છે. 

ત્રીજી વખત અમિતશાહ સાથે લેશે મુલાકાત 

આપને જણાવી દઈએ કે કેપ્ટન ફરી દિલ્હી પ્રવાસે ગયા છે. જ્યા આજે તેઓઔ ફરી વખત ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત લેશે તેવી ચર્ચા ચાલી રહી છે. તેઓ ત્રીજી વખત અમિતશાહને મલી શકે છે. બીજી તરફ કૃષિ કાયદાને લઈને આંદોલનનું સમાધાન થાય તેને લઈને પણ મુલાકાત તેઓ કરવાના તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. 

2 દિવસના દિલ્હી પ્રવાસે 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદ પરથી હટ્યા બાદ અમરિંદર સિંહ ત્રીજી વખત દિલ્હી પ્રવાસે ગયા છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે તેઓ વધું 2 દિવસ સુધી દિલ્હીમાંજ રહેશે. જ્યા તેઓ પંજાબને લઈને વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. જેમા તેઓ ખાસ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલકાત કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Captain Amrindar Singh Panjab amit shah politics અમિતશાહ કેપ્ટન અમરિંદર સિંહ પંજાબ રાજકારણ Panjab Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ