ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવતીકાલે અંતિમ સંસ્કાર, રાજકીય શોક જાહેર

અંતિમ વિદાય / પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવતીકાલે અંતિમ સંસ્કાર, રાજકીય શોક જાહેર

Last Updated: 08:58 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vijay Rupani Final Rites : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાજકોટ ખાતે તેમનાં નિવાસ સ્થાને કરવામાં આવશે. આવતી કાલે સાંજે 5 વાગ્યે તેમની અંતિમ વિધિ થશે. તેમના અંતિમ સંસ્કાર સંપુર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. જેના કારણે તેઓના માનમાં આવતી કાલે રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

Air India Plane Crash : અમદાવાદ લંડન પ્લેન ક્રેશ દુર્ધટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભા સાંસદ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર સહિતનાં અનેક પદ પર રહી ચુકેલા વિજય રૂપાણીનું અવસાન થયું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 16 જૂનના દિવસે એક દિવસીય રાજકીય શોક જાહેર કરવામાં આવતા રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

રાષ્ટ્રીય શોકની જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જઇ રહેલી AI 171 ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઇ અને તમામ મુસાફરોનાં મોત નિપજ્યાં છે. એક વ્યક્તિનાં ચમત્કારીક બચાવ સિવાયનાં તમામ લોકોનાં મોત થયા છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેઓ ફાધર્સ ડે હોવાથી પોતાની પુત્રીને મળવા માટે જઇ રહ્યા હતા. જો કે ગોઝારી દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ દુર્ઘટનામાં 35 મૃતકોનાં દેહ પરિવારને સોંપાયા, અધિકારીઓની ટીમ સતત ખડેપગે

તેમનાં પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે વિદાય

હવે તેમનાં DNA મેચ થઇ જતા તેમનાં પાર્થિવ દેહને સંપુર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કે સરકારે વિજય રૂપાણીના પરિવારને જ આ મામલે કાર્યક્રમ નક્કી કરવા માટેની છુટ આપી હતી. જે અનુસંધાને તેમનાં પરિવાર દ્વારા સરકારને અપાયેલા માર્ગદર્શન અનુસાર તેમના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની વિગત

વિજય ભાઇ રૂપાણીનો પાર્થિવ દેહ સવારે 11 વાગ્યે ગાંધીનગર નિવાસ સ્થાનેથી પાર્થિવ દેહનો સ્વિકાર કરવા માટે તેમનો પરિવાર રવાના થશે. 11.30 વાગ્યે પાર્થિવ દેહનો સ્વિકાર કરીને તેઓ સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી રવાના થઇને રાજકોટ એરપોર્ટ પર પાર્થિવ દેહ સાથે 2થી2.30 વાગ્યે પહોંચશે.

11 વાગ્યાથી શરૂ થશે પ્રક્રિયા

  • 2.30 થી 04.00 વાગ્યા સુધી વિજય રૂપાણીનાં પાર્થિવ દેહના દર્શન માટે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસ સ્થાને જવા માટે રવાના થશે. દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી, રણછોડદાસબાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોકથી કેડીથી સંત કબીર રોડથી સરદાર સ્કુલ પાસેથી પૂજીત રૂપાણી ટ્રસ્ટથી ભાવનગર રોડ થઇને પારેવડી ચોકથી કેસરીહિંદ પુલથી સીવીલ હોસ્પિટલથી ચૌધરી હાઇસ્કુલથી બહુમાળી ભવનથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોકથી હનુમાનમઢી ચોક રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડથી પ્રકાશ સોસાયટી તેમનાં નિવાસ સ્થાને પહોંચશે.
  • 4થી 5 વાગ્યા દરમિયાન નિવાસ સ્થાને પાર્થિવ દેહના દર્શન માટે મુકાશે. ત્યાં તેમને સંપુર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યા બાદ તેમના સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
  • પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા તેમના સ્નેહીજનો આઘાતમાં છે. તેમના પરિવારજનો હોય, મિત્રો હોય કે પછી તેમને મુખ્યમંત્રી તરીકે જોયેલો કોઇ પણ વ્યક્તિ હોય ખુબ જ આઘાતમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National mourning Air India Plane crash Vijay Rupani Final Rites
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ