ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ દુર્ઘટનામાં 35 મૃતકોનાં દેહ પરિવારને સોંપાયા, અધિકારીઓની ટીમ સતત ખડેપગે

રાહત કામગીરી / અમદાવાદ દુર્ઘટનામાં 35 મૃતકોનાં દેહ પરિવારને સોંપાયા, અધિકારીઓની ટીમ સતત ખડેપગે

Last Updated: 06:26 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ થઇ ચુકી છે. ડેપ્યુટી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે આપી માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 47 DNA મેચ થયા છે. તમામને તબક્કાવાર મૃતદેહ સોંપાઇ રહ્યા છે.

ADVERTISEMENT

Ahmedabad Plane Crash : અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ સેંકડો પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. પ્લેન તો ઠીક પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં નીચે રહેલા પણ અનેક લોકોનાં મોત નિપજ્યાં છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ, ફાયર અને ડોક્ટરી ટીમો ડીએનએ સહિતની તમામ કામગીરી યુદ્ધના ધોરણે કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અનેક અધિકારીઓને રાત દિવસ આ કામગીરી કરવા માટે અધિકારીઓ ફાળવી દેવાયા છે. પોતાનાં સ્વજનો ગુમાવવાનાં આધાતમાં રહેલા લોકોને બીજી કોઇ સમસ્યા ન નડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં જ ખડી કરી દેવામાં આવી છે.

35 લોકોનાં મૃતદેહ સોંપી દેવાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ થઇ ચુકી છે. ડેપ્યુટી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે આપી માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 47 DNA મેચ થયા છે. તમામને તબક્કાવાર મૃતદેહ સોંપાઇ રહ્યા છે. રાહત કમિશનર આલોક પાંડેએ કામગીરી વિશે આપી માહિતી આપતા જણાવ્યું કે, ૩5 જિલ્લામાંથી મૃતક ના પરિવારજનો છે. જેટલા પેસેન્જર હતા એટલી ટીમ બનાવી છે. પરિવારજનો ને કોઈ અસુવિધા ન થાય એ માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આવતીકાલે યોજાશે વિજય રૂપાણીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટે તેવી સંભાવના

મૃતકનાં સગા જે ઇચ્છે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે છે

જેવો જ મૃતદેહ સોંપાય છે તેટલે તરત જ અમારી ટીમ કામે લાગી જાય છે. મૃતદેહને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ, એસકોર્ટનાં વાહન, ડેથ સર્ટિફિકેટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતનાં તમામ સરકારી કાગળ તત્કાલ જ સોંપવામાં આવી રહ્યા છે. પરિવાર જો બીજુ કાંઇ પણ ઇચ્છતો હોય તો તેની પણ વ્યવસ્થા કરાવાઇ રહ્યા છે. નોંધનીય છે કે, જો બહારનાં જિલ્લાનાં કે રાજ્ય કે દેશનાં હોય અને તેઓ અંતિમ સંસ્કાર અમદાવાદમાં જ કરવા માંગતા હોય તો તેની વ્યવસ્થા પણ અધિકારીઓ કરી આપે છે. તેમનાં ધર્મ અનુસાર તેઓ અગ્નિદાહ આપવા માંગતા હોય અથવા તો દફનાવવા માંગતા હોય તો તે તમામ પ્રકારની વ્યવસ્થા સ્થળ પર જ કરી દેવામાં આવે છે. જો તેઓ પોતાનાં વતન મૃતદેહને લઇ જવા માંગતા હોય તો તે પ્રકારે વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

સરકારી અધિકારીઓ સ્થળ પર

સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી/અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર આ માટે અસરગ્રસ્તોને મદદરૂપ થઈ રહ્યું છે.

ખાનગી વીમા કંપની પણ ઘટના સ્થળે જ હાજર

આ ઉપરાંત તમામ વિમા કંપનીઓને નિર્દેશ આપીને સ્થળ પર જ એક અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જેથી કોઇ પ્રાઇવેટ વીમો ધરાવતી વ્યક્તિ હોય તો તેને તમામ પ્રકારનાં ક્લિયરન્સ સ્થળ પર જ મળી જાય છે. શક્ય હોય ત્યાં સુધી ચેક પણ સ્થળ પર જ મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે કોઇ પણ પરિવારને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટેની સંપુર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

એર ઇન્ડિયાની ટીમ પણ સ્થળ પર તત્કાલ ફ્રી ટિકિટની કરે છે વ્યવસ્થા

એર ઈન્ડિયાની ટીમ પણ સિવિલ હોસ્પિટલ ખાતે 24x7 ઉપલબ્ધ છે. જેમ જેમ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો આવી રહ્યાં છે, તેમ તેમ તેઓની જરૂરિયાત મુજબની એર ટિકીટની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. આ પરિવારજનો માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્યના માર્ગ મકાન વિભાગે વાહન તથા રહેવાની વ્યવસ્થા પણ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

35 Bodies Handed Over to families DNA Match Bodies of 35 deceased in Ahmedabad accident handed over
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ