બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Former Air Force Chief RKS Bhadauria joins BJP

લોકસભા ચૂંટણી 2024 / પૂર્વ એરફોર્સ ચીફ RKS ભદૌરિયા ભાજપમાં જોડાયા, રાફેલ જેટ લાવવામાં ભજવી હતી મુખ્ય ભૂમિકા

Priyakant

Last Updated: 12:38 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: પૂર્વ એરફોર્સ ચીફ પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં જોડાયા ભાજપમાં

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની કવાયત વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા ભાજપમાં જોડાયા છે. પૂર્વ વાયુસેના પ્રમુખ આજે એટલે કે રવિવારે 24 માર્ચના રોજ પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે, જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે.

કોણ છે આરકેએસ ભદૌરિયા ? 
આરકેએસ ભદૌરિયા સપ્ટેમ્બર 2021માં એરફોર્સ ચીફના પદ પરથી નિવૃત્ત થયા હતા. આ રીતે તેમના સ્થાને એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીને વાયુસેનાના વડા બનાવવામાં આવ્યા છે. ભદૌરિયા 30 સપ્ટેમ્બર, 2019 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી દેશના વાયુસેના પ્રમુખ હતા. તે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બાહ તાલુકાના રહેવાસી છે.

વધુ વાંચો: 3 વાર CM પદ પર રહ્યાં, 11 વખત બજેટ રજૂ કર્યું, હવે પોતાની ઓળખ બચાવવાના પણ આ દિગ્ગજને પડી રહ્યાં છે ફાંફા

આરકેએસ ભદૌરિયાએ ભારતને રાફેલ જેટ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા જે વિમાનો માટે ફ્રાન્સ સાથે વાટાઘાટો કરી રહી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ