બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Having held the post of CM for 3 times, but now this veteran is struggling to save his identity.

લોકસભા ચૂંટણી 2024 / 3 વાર CM પદ પર રહ્યાં, 11 વખત બજેટ રજૂ કર્યું, હવે પોતાની ઓળખ બચાવવાના પણ આ દિગ્ગજને પડી રહ્યાં છે ફાંફા

Priyakant

Last Updated: 12:27 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : દેશની આ લોકસભા બેઠક પરના અપક્ષ ઉમેદવારને ભાજપ કરી રહ્યું છે સમર્થન, જાણો શું છે કારણ ?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ હાલ તમામ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ તરફ અનેક રાજકીય પક્ષોમાંથી ટિકિટ નહિ મળતા કેટલાક નેતાઓ અપક્ષ ચૂંટણી પણ લડી રહ્યા છે. આજે આપણે વાત કરીશું આવા જ એક નેતાની. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓ.પનીસેલ્વમ માટે રાજ્યમાં રાજકીય સુસંગતતા જાળવવા માટે લોકસભા ચૂંટણી 2024 મહત્વપૂર્ણ છે અને તેઓ આ નાજુક રાજકીય પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે મોટાભાગે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિર્ભર છે.

2022માં અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) માંથી હાંકી કાઢવામાં આવેલા પનીરસેલ્વમ રાજ્યની રામનાથપુરમ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અહીં ખાસ વાત તો એ છે કે, ભાજપ તેમને સમર્થન આપી રહ્યું છે. તેઓ એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જેમાં તેમણે રાજ્યમાં પોતાની ઓળખ જાળવી રાખવા માટે ચૂંટણીમાં સારો દેખાવ કરવો પડશે નહીં તો તેઓ રાજ્યના રાજકારણમાં અપ્રસ્તુત બની જશે.

અહી એક વાત એ પણ છે કે, થેની લોકસભા સીટના દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના ઉમેદવાર ટી. તમિલસેલ્વને પન્નીરસેલ્વમને થેનીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે જેથી તેઓ તેમની તાકાત બતાવે. પનીરસેલ્વમ હાલમાં થેની જિલ્લાની બોડીનાયક્કનુર બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે 'અન્ના દ્રવિડ મુનેત્ર કઝગા કેડર્સ રાઈટ રિટ્રીવલ ઓર્ગેનાઈઝેશન'ની રચના કરી છે. AIADMKના વડા ઇ.કે. પલાનીસ્વામી સાથેના સત્તા સંઘર્ષને કારણે પનીરસેલ્વમ અને તેમના સમર્થકોને જુલાઇ 2022માં પાર્ટીની જનરલ કાઉન્સિલ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને અદાલતોએ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે તેમને પાર્ટીના 'બે પાંદડા' ચૂંટણી ચિન્હ, સત્તાવાર ધ્વજ અને લેટરહેડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભાજપે પનીરસેલ્વમને એક બેઠક આપી છે જ્યારે ન્યૂ જસ્ટિસ પાર્ટી, ઈન્ડિયા જનનયાગા કાચી, ઈન્ડિયા મક્કલ કાલવી મુનેત્ર કષગમ અને તમિલ મક્કલ મુનેત્ર કષગમ જેવી પાર્ટીઓને પણ એક બેઠક આપવામાં આવી છે. આમાંથી ચાર પક્ષો 19 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી ભાજપના 'કમળ' પ્રતીક પર લડશે . હાંકી કાઢવામાં આવેલા AIADMK નેતા ભાજપ સાથે બેઠક વહેંચણીની વાટાઘાટો દરમિયાન માત્ર એક જ બેઠક મેળવવા માટે ટીકાનો સામનો કરી રહ્યા છે જ્યારે ભાજપે TTV ધિનાકરણની આગેવાની હેઠળની અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ અને જીકે વસનની તમિલ મનિલા કોંગ્રેસને અનુક્રમે વધુ બે બેઠકો આપી છે. ત્રણ બેઠકો આપવામાં આવી છે.

વધુ વાંચો: 'રાજનીતિમાં આવવું હોય તો...', શું નીતિન ગડકરીના પુત્રની થશે રાજકારણમાં એન્ટ્રી? આપ્યું મોટું નિવેદન

પન્નીરસેલ્વમના રામનાથપુરમ સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાના નિર્ણય વિશે પૂછવામાં આવતા AIADMKના વરિષ્ઠ નેતા અને મદુરાઈના તિરુપ્પરનકુન્દ્રમના ધારાસભ્ય વીવી રાજન ચેલ્લાપ્પાએ કહ્યું કે, પન્નીરસેલ્વમ એક સારા નેતા છે પરંતુ તેમની દુર્દશા માટે તેઓ પોતે જ જવાબદાર છે. તેના ખોટા કાર્યો તેના દુઃખનું કારણ છે. તેમણે કહ્યું કે, AIADMK ઉમેદવાર પી જયપેરુમલની જીતની મોટી તકો છે. શાસક ડીએમકેએ આ બેઠક તેના સહયોગી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ને ફાળવી છે, જેણે તેના વર્તમાન સાંસદ કે. નવાસે કાનીને ફરી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ પણ અહીં સક્રિય છે પરંતુ જ્ઞાતિ સમીકરણ DMK ગઠબંધનની તરફેણમાં ઝુકાવી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ