બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / Foreign study tips follow these 5 steps before applying for foreign study

NRI News / Foreign Study: જો વિદેશમાં ભણવા જવું છે, તો 5 બાબતોને અચૂક ફોલો કરો

Megha

Last Updated: 01:04 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં ભણવા જવું એ સરળ વાત તો નથી જ. ભણવા જતા પહેલા જે તે દેશની એજ્યુકેશન સિસ્ટમ શું છે, ત્યાંનું કલ્ચર કેવું છે, ત્યાં રોકાવાની વ્યવસ્થા શું છે આ બધું જ જાણવું પડે છે.

Foreign Study: ભારતમાં ઉચ્ચ અભ્યાસની તકો વિસ્તરી રહી છે. જો કે, તેમ છતાંય જુદા જુદા કારણોસર યુવાનોને વિદેશ ભણવા જવું હોય છે. વિદેશમાં મળતા શિક્ષણ વિશેની, સુવિધા વિશેની છાપને લઈને આજકાલ યુવાનો વિદેશ જવા ઈચ્છે છે. વિદેશમાં અભ્યાસ કરવા જવું એટલે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું, એક નવી જ દુનિયામાં પગ મુકવો. કોઈ પણ નવા દેશમાં ભણવા જવું સરળ નથી, ત્યાં નવા પડકારો તમારી રાહ જોતા હોય છે. સાથે જ આ પડકારો તમને વિકસવાની તક આપે છે, નવા લોકોને મળવાની, નવું શીખવાની તક આપે છે. પરિવારથી દૂર રહીને તમે સર્વાઈવ કરતા શીખો છો અને તમારી જાતને વધુ મજબૂત બનાવો છો.

જો કે, સાથે એ પણ સ્વીકારવું પડે કે વિદેશમાં ભણવા જવું એ સરળ વાત તો નથી જ. ભણવા જતા પહેલા જે તે દેશની એજ્યુકેશન સિસ્ટમ શું છે, ત્યાંનું કલ્ચર કેવું છે, ત્યાં રોકાવાની વ્યવસ્થા શું છે આ બધું જ જાણવું પડે છે. કોઈ પણ દેશમાં ભણવા જતા પહેલા તેના માટે ફંડની વ્યવસ્થા કરવી પડે છે, એટલે આ એક મોટો નિર્ણય છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં વિદેશમાં અભ્યાસ માટે જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ આર્ટિકલમાં અમે તમને એવી 5 ટિપ્સ આપી રહ્યા છીએ, જેનાથી તમારું કામ સરળ બનશે.

1) રિસર્ચ કરો અને યોગ્ય દેશ નક્કી કરો

કોઈ પણ દેશમાં ભણવા જતા પહેલા તમારે તેના વિશે પૂરતું રિસર્ચ કરવું જરૂરી છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ આના માટે કાઉન્સેલર્સ કે પછી વિઝા એજન્ટનો સરાહો લેતા હોય છે, પરંતુ તેમણે આપેલી માહિતી પર આધાર રાખવા કરતા જાતે જ રિસર્ચ કરવું વધારે ફાયદાકારક છે. તમારે જે દેશમાં જે કોર્સ કરવા જવું છે, તેના વિશે બધી જ માહિતી જાતે એક્ઠી કરો. એકવાર તમારી પાસે માહિતી ભેગી થઈ જાય, ત્યાર બાદ જ કાઉન્સેલરને મળો. હવે અહીં અગત્યનો મુદ્દો છે કે દેશની પસંદગી. તમારે જે અભ્યાસ કરવો છે, તે કયા દેશમાં શ્રેષ્ઠ છે અને તમારા બજેટ પ્રમાણે કયો દેશ તમે અફોર્ડ કરી શકો છો, તે જાણીને ડેસ્ટિનેશન નક્કી કરો. જેથી તમારે ત્યાં જઈને પસ્તાવાનો વારો ન આવે. ઓછા ખર્ચે સારો અભ્યાસ કરી શકાય, તેવા દેશ પર પસંદગી ઉતારો. 

વિદેશ જતા પહેલા તમારે ત્યાંની જુદી જુદી યુનિવર્સિટી, તેમાં મળતા કોર્સ, તેમના રેન્કિંગ્સ અને એક્રેડિશન વિશે તપાસ જરૂર કરવી જોઈએ. આ યુનિવર્સિટી સરકારમાન્ય છે કે નહીં તે જાણવું અગત્યનું છે. સાથે જ કલ્ચરલ અને લેંગ્વેજ ફેક્ટર પણ અગત્યનું છે. તમે એક નવી જગ્યાએ જઈ રહ્યા છો, ત્યાં ઓછામાં ઓછી મુશ્કેલી આવે તે રીતનું આયોજન કરો. જુદા જુદા દેસમાં કોલેજ, વોકેશનલ સ્કૂલ, યુનિવર્સિટી એમ જુદા જુદા પ્રકાર હોય છે, જ્યાં અભ્યાસની રીત પણ જુદી હોય છે. તેના વિશે જાણીને તમારા માટે શું બેસ્ટ છે, તે નક્કી કરો.

2) ફાઈનાન્શિયલ પ્લાનિંગ

કોઈ પણ નવા દેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટો મુદ્દો છે. મોટા ભાગના દેશની કરન્સી ભારત કરતા મોટી હોવાને કારણે વિદેશ જવાનો ખર્ચ મોટો આવે છે. એટલે સૌથી પહેલા એક બજેટ પ્લાન કરો, જેમાં તમારી ટ્યુશન ફીઝ, રહેવાનો ખર્ચો સહિત નવી જગ્યાએ થનારા તમારા બધા જ ખર્ચ હોય. આ આંકડામાં તમારા ઈમરજન્સી ખર્ચાની પણ સ્પેસ રાખો, જે તમને મુશ્કેલીના સમયે મદદ કરી શકે. આનાથી તમને એક અમાઉન્ટ મળશે, અને તમે ચોક્કસ ફંડ બનાવી શક્શો. આ ફંડનો આંકડો જાણીને તમે વિદેશ ભણવા જવું કે નહીં, કયા દેશમાં જવું, કેટલી લોન લેવી તે ચિત્ર ક્લિયર કરી આપશે, જેથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે.     

આ ઉપરાંત ઘણા દેશોમાં ભણવા માટે સ્કોલરશિપ મળે છે, તો ભારત સરકાર પણ જુદી જુદી સ્કોલરશિપ આપે છે. આ સ્કોલરશિપ વિશે પણ તમે રિસર્ચ કરી શકો છો, જો તમને આ સ્કોલરશિપ મળી જાય તો તમારો ઘણો ખર્ચ બચી શકે છે. આ ઉપરાંત કયા કોર્સમાં કયો દેશ તમને પાર્ટ ટાઈમ નોકરી કરવાની પરમિશન આપે છે, તે પણ ચેક કરો. જો તમે ત્યાંની કરન્સીમાં કમાણી કરીને રહેવાનો ખર્ચ કાઢી શકો છો, તો પણ કામ સરળ થઈ શકે છે.

3) એકેડમિક અને ડોક્યુમેન્ટ્સની તૈયારી

વિદેશ જઈને બરાબર ભણવા માટે તમારે એ પણ નક્કી કરવાનું છે કે તમારે કયો કોર્સ કરવો છે, આ કોર્સમાં કઈ યુનિવર્સિટી બેસ્ટ છે. તમારે જે કોર્સ કરવો છે, તેના માટે ભાષા સહિત કોઈ ખાસ રિક્વાયરમેન્ટ હોય તો તેના વિશે પણ તપાસ કરો. જો તમારે સ્થાનિક ભાષા શીખવી જરૂરી છે, તો પછી તેની તૈયારી પણ અત્યારથી જ શરૂ કરી દો.     વિદેશ ભણવા જવા માટે તમારા કયા કયા દસ્તાવેજ લાગશે, તે ભેગા કરવાના શરૂ કરી દો. તમારા કેટલાક દસ્તાવેજનું ટ્રાન્સલેશન અને અટેન્શન જરૂરી હોય છે, તેની પણ તૈયારી અપ્લાય કરતા પહેલા જ કરી લો. જેને કારણે જ્યારે તમે એડમિશન માટે અથવા તો વિઝા માટે અપ્લાય કરો, ત્યારે તમારું કામ ન અટકે.     

4) કલ્ચર વિશે માહિતી મેળવો

વિદેશ ભણવા જવામાં સૌથી સારી બાબત એ છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવા લોકોને, નવા કલ્ચરને મળો છો. હવે ધારો કે તમે ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી કર્યું છે, તો ત્યાંના કલ્ચર વિશે, રહેણી કરણી વિશે એડવાન્સમાં જ માહિતી મેળવી લો. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા સેમિનારમાં ભાગ લો, જેથી તમે સ્થાનિક લોકો વિશે, ત્યાંની સ્થિતિ વિશે જતા પહેલા જ માહિતી મેલવી શકો. સોશિયલ મીડિયા પર સ્ટુડન્ટ ક્લબ્સ સાથે જોડાવ, અથવા તો તમે જ્યાં જઈ રહ્યા છો, તે દેશના લોકોને મિત્રો બનાવો. આ ઉપરાંત જો તમારી આસપાસથી કોઈ તે દેશમાં ગયું હોય તો તેમની સાથે વાત કરીને તેમના અનુભવ જાણી લો. જુદી જુદી કલ્ચર એક્સચેન્જ એક્ટવિટીમાં બાગ લો, સ્થાનિક ભાષા શીખવાનો પ્રયત્ન કરો. જો તમે આ રીતે તૈયારી કરશો, તો એકદમ નવી જગ્યાએ ગયા પછી તમને ત્યાં સેટલ થવામાં ખૂબ સરળતા રહેશે.

વધુ વાંચો: Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

5) હેલ્થને લઈને તૈયારી કરો

તમે એક નવા દેશમાં જઈ રહ્યા છો, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું ફૂડ બધું જ અલગ છે. શક્ય છે કે ત્યાં ગયા પછી તમારું શરીર એડજસ્ટ થવામાં થોડા દિવસ લે અને તમે બીમાર પડી જાવ. એટલે જતા પહેલા જે તે દેશના વાતાવરણ વિશે માહિતી મેળવો, તમારા ફેમિલી ડોક્ટરને મળીને બેઝિક દવાઓ જોડે રાખો. જો તમને કોઈ મુશ્કેલી પહેલાથી જ છે, તો તેનું ડોક્યુમેન્ટેશન કરીને રાખો, જેથી ત્યાં જઈને તમે જરૂરી દવાઓ મેલવી શકો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે તે દેશમાં આરોગ્યને લગતી શું વ્યવસ્થા છે, તે પણ જાણી લો. ઘણા દેશોમાં જવા માટે વેક્સિનેશન જરૂરી હોય છે, તો તેની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ પોલિસી વિશે માહિતી મેળવીને તમારું રિસ્ક કવર કરો. એકવાર તમે હેલ્થની રીતે સજ્જ હશો, તો ભણવામાં સરખું ધ્યાન આપી શક્શો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ