બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / follow these tips on holi special

વાસ્તુ / હોળી પર કરશો આ ઉપાય તો પૈસા, લગ્ન અને નોકરી સાથે જોડાયલ દરેક સમસ્યા થશે દૂર

Published By: Krupa

Last Updated: 12:30 PM, 8 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હોળી અને દિવાળી એવા બે તહેવાર છે જે દરમિયાન પોઝિટીવ વાઈબસ ખૂબ એક્ટિવ હોય છે. આવામાં આ દરમિયાન કરવામાં આવેલ ઉપાય તમારા જીવન અને ભાગ્ય બંનેને બદલી નાખે છે. આવો જાણીએ હોળીના પવિત્ર તહેવાર પર વાસ્તુના કેટલાક ખાસ ઉપાય.

આજે અમે આપને બતાવી રહ્યા છીએ હોળીના દિવસે કરવામાં આવતા એવા કેટલાક ઉપાયો જેને કરવાથી તમારા જીવનમાં પૈસો આવશે અને તમારી દરેક પરેશાની દૂર થશે

હોળી રમતા જતા પહેલા એક નારિયળ લો તેના પર સિંદૂર લગાવો. તેને ધૂપ બતાવો અને 4 થી 5 ડ્રાયફ્રુટ્સ નાખીને નારિયળને લાલ કપડામાં બાંધી લો. આ નારિયળને ઘરના મંદિરમાં મુકીને મા લક્ષ્મીને તમારા ઘરમાં કાયમ માટે વાસ કરવાની પ્રાર્થના કરો. ત્યારબાદ એ નારિયલને તમારી ઓફિસ કે કામ કરવાના સ્થાન પર મુકી દો. આવુ કરવાથી ધન સાથે જોડાયેલ દરેક પરેશાનીઓ થોડાક જ દિવસમાં દૂર થઈ જશે.

જો તમે કોઈ ખાસ વ્યક્તિના દિલમાં તમારુ સ્થાન બનાવવા માંગો છો તો એ વ્યક્તિને પર્પલ કે પછી ઓરેંજ રંગ લગાવો. વ્યક્તિ ચાહે તો મિત્ર હોય કે કોઈ સંબંધી કે પછી તમારો થનારો જીવનસાથી. હોળીના આ રંગ તમારા જીવનને ખુશીઓના રંગથી ભરી દેશે.

જો તમે ઈચ્છો છો કે તમારી સાથે જોડાયેલ દરેક સંબંધ સાથે તમારો સંબંધ સારો રહે. તો હોલિકા દહનની રાત્રે 1 પાનનુ પત્તુ, 7 ગોમતી ચક્ર, 2 લવિંગ અને કેટલાક પતાશા પુજામાં મુકો. હોલિકા દહનની 7 વાર પરિક્રમા કરો. દરેક પરિક્રમા સમયે 1 ગોમતી ચક્ર અગ્નિમાં નાખતા જાવ આવુ કરવાથી આખુ વર્ષ તમારા રિલેશન બધા સાથે સારા બન્યા રહેશે.

રંગ બેરંગી રંગ ઉપરાંત સૂરજમુખીના ફુલો સાથે પણ હોળી જરૂર રમો. આ ફુલો સાથે ઘરના વડીલો સાથે હોળી રમો સાથે જ મંદિર જઈને ભગવાન રાધા કૃષ્ણની સાથે પણ જરૂર રમો. આવુ કરવાથી તમારા આવનારા જીવનમાં અનેક ખુશ ખબર સાંભળવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Holi 2020 vastu tips નારિયેળ વાસ્તુ ટિપ્સ હોળિકા દહન હોળી Holi 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ