ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દિવાળી પર સસ્તા ભાવે મળશે ફ્લાઈટ ટિકિટ! કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

એક્શન / દિવાળી પર સસ્તા ભાવે મળશે ફ્લાઈટ ટિકિટ! કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Published By: Mit Soni

Last Updated: 08:34 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર પ્લેનથી ઘરે જતા લોકને રાહત મળી શકે છે, સરકાર આ મામલે મોટો નિર્ણય લીધો છે. આનાથી ફ્લાઈટની કિકિટની વધતી કિંમત કંટ્રોલમાં આવી જશે.

ADVERTISEMENT

દિવાળી દરમિયાન મુસાફરી કરનારાઓ માટે થોડી રાહત છે. તહેવાર દરમિયાન મુસાફરી કરનારાઓને હવે મોંઘી ફ્લાઇટ ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં. સરકાર આના ઉકેલ માટે પગલાં લઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ શુક્રવારે દેશની તમામ મુખ્ય એરલાઇન્સના અધિકારીઓ સાથે લાંબી બેઠક યોજી હતી. બેઠકમાં એરલાઇન કામગીરી, ટેકનિકલ કામગીરી, સલામતી અને મુસાફરોની ફરિયાદો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં એર ઇન્ડિયા, ઇન્ડિગો, અકાસા એર, એલાયન્સ એર, ફ્લાય91, ફ્લાયબિગ, ઇન્ડિયાવન એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇન્સના અધિકારીઓ હાજર હતા. આ બેઠક લગભગ પાંચ કલાક ચાલી હતી. મંત્રી નાયડુએ તહેવારોની મોસમ દરમિયાન વિમાન ભાડા વાજબી અને સસ્તા રાખવા માટે એરલાઇન્સને કડક સૂચનાઓ આપી હતી, જેથી મુસાફરોને વધારાના પૈસા ચૂકવવા ન પડે.

વધુ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” નું મંચન

સરકારે આ સૂચનાઓ આપી

કેન્દ્રીય મંત્રીએ એરલાઇન્સને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સલામતીના નિયમોનું કડક પાલન કરવા અને સેવાઓની ગુણવત્તા સુધારવા વિનંતી કરી. બેઠકમાં દરેક એરલાઇનની વ્યક્તિગત રીતે ચર્ચા કરવામાં આવી હતી અને તેમને સામનો કરતી સમસ્યાઓના ઉકેલો પર વિચારણા કરવામાં આવી હતી.

vtv app promotion

વધુ ફ્લાઇટ્સ શરૂ થશે

એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મંત્રીએ તમામ એરલાઇન્સને ભાડા નિયંત્રણમાં રાખવા અને મુસાફરોને અસુવિધા ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું છે. એરલાઇન્સે મંત્રીને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધા તેમની ટોચની પ્રાથમિકતા છે અને તહેવારોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વ્યસ્ત રૂટ પર વધારાની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી રહી છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cheap flight ticket Flight ticket price Flight tickets Air India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ