બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Five unique events of the birth of Lord Krishna, which you will hardly know

Janmashtami 2021 / ભગવાન કૃષ્ણના જન્મની પાંચ અનોખી ઘટનાઓ, જે તમે ભાગ્યે જ જાણતાં હશો

Published By: Kiran

Last Updated: 10:15 AM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાથી ઘોડા પાલખી બોલો જય કનૈયા લાલકી...આજે ઉલ્લાસપૂર્વક જનમાષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જાણો ભગવાન શ્રીકૃષ્ણ જન્મ સાથે જોડાયેલી છે આ અનોખી ઘટનાઓ

  • ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
  • શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ મોહક અને નટખટ છે
  • શ્રીકૃષ્ણ જન્મ સાથે જોડાયેલી છે આ અનોખી ઘટનાઓ

આજે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે ત્યારે અમદાવાદમાં ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, ભગવાનને 2 હજાર કિલો પ્રસાદ ધરાવાશે એટલું જ જન્મષ્ટમી પર્વને લઈ વૃંદાનનથી તેમના વાઘા લાવવામાં આવ્યા છે.
 

દેશ અને રાજ્યમાં આજે આનંદ અને ઉલ્લાસના આ પર્વનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જગતમંદિર દ્વારકામાં પણ મોટી સંખ્યમાં હરિભક્તો ઉમટ્યા છે, કોરોના મહામારી વચ્ચે કોવિડ ગાઈડલાઈન અનુસાર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તો પણ કૃષ્ણના જન્મને વધાવવા આતુર બન્યા છે પરતું કૃષ્ણજન્મ સાથે અનેક ઘટનાઓ જોડાયેલી છે જે તમે પણ નહીં જાણતો હોવ..જાણો કૃષ્ણજન્મની પાંચ અનોખી ઘટનાઓ  

શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ મોહક અને નટખટ છે

હાથી ઘોડા પાલખી બોલો જય કનૈયા લાલકી...આજે ઉલ્લાસપૂર્વક જનમાષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં હરિભક્તોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ ઘટના રાજ્યમાં કોવિડ લાઈડલાઈન સાથે મંદિરોમાં છુટ છાટ આપવામાં આવી છે ત્યારે આજે જન્માષ્ટમીનો ઉત્સવ રંગચંગે ઉજવવામાં આવી રહ્યો છે. 

શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ મોહક અને નટખટ છે

શ્રીકૃષ્ણનો જન્મ અનેક સંઘર્ષોની વચ્ચે થયો હતો. પરંતુ તેની અસર માત્ર પણ  ભગવાનના બાળ સ્વરૂપ પર ક્યારેય જોવા મળતો નથી. તેઓ હંમેશા વાંસળી વગાડતા અને મસ્તીના મૂડમાં રહેતા અને નટખટ સ્વરૂપમાં જ જોવા મળે છે. તેમનું આ રૂપ માનવને શીખ આપે છે તે કોઈ પણ સમસ્યામાં સદૈવ હસતા રહેવું જોઈએ જાણો શ્રીકૃષ્ણના જન્મ સમયે કઈ અનોખી ઘટનાઓ ઘટી હતી તે વિશે.

ઊંઘમાં વસુદેવે કર્યું આ મહાન કામ

શ્રીકૃષ્ણનો જન્મ થયો તો જેલના દરેક સંતરી યોગમાયા દ્વારા નિંદ્રામાં સમાઈ ગયા. તે સમયે ભારે વરસાદ થઈ રહ્યો હતો અને બંદીગૃહના દરવાજા પણ આપમેળએ ખુલી ગયા. વસુદેવજી નાના શ્રીકૃષ્ણને ટોપલીમાં રાખીને ભારે વરસાદમાં તેમને લઈને જેલની બહાર ગયા. વસુદેવજી મથુરાથી નંદગામ પહોંચી ગયા પરંતુ આ ઘટનાનો તેમને અંદાજ પણ ન આવ્યો.

યમુનાજીનું રૌદ્ર રૂપ થયું શાંત

કૃષ્ણ જન્મ સમયે ભયંકર વરસાદ થઈ રહ્યો હતો. યમુના નદી રૌદ્ર રૂપ ધારણ કરી ચૂકી હતી. વસુદેવજી કૃષ્ણને લઈને યમુનામાં પ્રવેશ્યા ત્યારે જ ચમત્કાર થયો અને યમુનાનું જળ શ્રીકૃષ્ણના પગને અડ્યું અને પછી તે બે ભાગમાં વહેંચાઈ ગયું. એક તરફ રસ્તો બની ગયો અને વસુદેવજી ગોકુળ પહોંચી ગયા. બાળકોની થઈ અદલાબદલી, કોઈ જાણી શક્યું નહીં વસુદેવ શ્રીકૃષ્ણને યમુનાની પેલે પાર ગોકુળમાં મિત્ર નંદગોપના ઘરે લઈ ગયા. અહીં નંદની પત્ની યશોદાજીએ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવજી શ્રીકૃષ્ણને યશોદાની પાસે સૂવડાવીને એ કન્યાને સાથે લઈ આવ્યા.



 

નંદરાયે કર્યું સ્વાગત

કથા અનુસાર નંદરાયજીને ત્યાં કન્યા જન્મી હતી પણ તેમને ખ્યાલ આવ્યો કે વસુદેવજી કૃષ્ણમને લઈને આવી રહ્યા છે તો તેઓ ઘરના દ્વારે તેમની પ્રતિક્ષા કરવા લાગ્યા. વસુદેવજી આવ્યા અને પોતાના ઘરે જન્મેલી દીકરીને વસુદેવજીને આપી. ઘટના બાદ નંદરાય અને વસુદેવ બંને બધું ભૂલી ગયા. આ બધું યોગમાયાના પ્રભાવથી જ થયું હતું. 



 

દેવી વિંધ્યવાસીનીનું પ્રાગટ્ય

વસુદેવજી નંદબાબાના ઘરે જન્મેલી કન્યા એટલે કે યોગમાયાને લઈને ચૂપચાપ મથુરાની જેલમાં પરત આવ્યા અને કંસને દેવકીનું આઠમું સંતાનના જન્મના સાચાર મળ્યા તો તે કારાગારમાં પહોંચ્યા. અહીં તેણે નવજાત બાળકીને પછાડીને મારવાની કોશિશ કરી પણ કન્યા અચાનક કંસના હાથમાંથી છૂટીને આકાશમમાં પહોંચી અને દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. તેણે કંસ વધની ભવિષ્યવાણી કરી. આ પછી તે ભગવતી વિંધ્યાચલ પર્વત પર પરત ફરી અને આજે પણ તેની પૂજા અને આરાધના કરાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami 2021 Lord Krishna Shri krishna janmotsav અનોખી ઘટનાઓ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી 2021 Janmashtami 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ