બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / First time such arrogant government in power must withdraw farm laws unconditionally Sonia Gandhi

નિવેદન / ખેડૂત આંદોલનને લઇને સોનિયા ગાંધીનું મોટું નિવેદન; મોદી સરકાર ઉપર કર્યો સૌથી મોટો પ્રહાર

Published By: Shalin

Last Updated: 07:13 PM, 3 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર ફરીથી નિશાન સાધ્યું છે.

તેમણે રવિવારે કહ્યું હતું કે દેશની આઝાદી પછી પહેલીવાર આવી 'અહંકારી' સરકાર સત્તા પર આવી છે, જેને અન્નદાતાઓની 'વેદના' દેખાતી નથી. તે જ સમયે, તેઓએ નવા કૃષિ કાયદા તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી.

હાલની કેન્દ્ર સરકારની 'થકાવો અને ભગાવો' નીતિનો સામનો કરી રહ્યા છે

કોંગ્રેસ અધ્યક્ષે એક નિવેદનમાં કહ્યું, "લોકશાહીમાં લોકોની ભાવનાઓને અવગણના કરતી સરકારો અને તેમના નેતાઓ લાંબા સમય સુધી શાસન કરી શકતા નથી. હવે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલની કેન્દ્ર સરકારની 'થકાવો અને ભગાવો' નીતિનો સામનો કરી રહ્યા છે અને આ નીતિ સામે આંદોલનકારી ધરતી પુત્રો અને ખેડૂત પુત્રો ઘૂંટણ ટેકશે નહીં.

લોકશાહીનો અર્થ લોકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ છે

સોનિયાએ કહ્યું, "હવે સમય આવી ગયો છે કે, મોદી સરકારે સત્તાના અહંકારને છોડીને તુરંત બિનશરતી ધોરણે ત્રણેય કૃષિ કાળા કાયદાઓ પાછા ખેંચવા જોઈએ અને ઠંડી અને વરસાદમાં મૃત્યુ સામે ઝઝૂમી રહેલા ખેડૂતોનું આંદોલન સમાપ્ત કરાવવું જોઈએ. આ રાજધર્મ છે અને અંતમાં ખેડૂતોને સાચી શ્રદ્ધાંજલિ પણ છે.” તેમણે કહ્યું કે મોદી સરકારે કેન્દ્રમાં યાદ રાખવું જોઈએ કે લોકશાહીનો અર્થ લોકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ છે.

તેમણે કહ્યું, "ભારે વરસાદ અને ઠંડી હોવા છતાં દિલ્હીની સરહદો પર તેમની માંગના સમર્થનમાં 39 દિવસથી સંઘર્ષ કરી રહેલા અન્નદાતાઓની હાલત જોઈને દેશવાસીઓ સહિત હું પણ દુ:ખી છું." અત્યાર સુધીમાં 50થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેટલાક ખેડૂતોએ સરકારની ઉપેક્ષાને લીધે આત્મહત્યા જેવા પગલા ભર્યા છે. પરંતુ બેરહેમ મોદી સરકારમાં વડાપ્રધાનને કે કોઈ મંત્રીને કોઈ અસર નથી થતી. આજ સુધી તેમના મોઢામાંથી સાંત્વનાનો એક શબ્દ નથી નીકળ્યો. 

સોનિયાએ કહ્યું કે, "હું તમામ મૃતક ખેડૂત ભાઈઓને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારને આ પીડા સહન કરવાની શક્તિ આપવા ભગવાનને પ્રાર્થના કરું છું." તેમણે કહ્યું, "આઝાદી પછી દેશમાં આ પહેલી આટલી અહંકારી સરકાર સત્તામાં આવી છે જેને દેશને ખવડાવતા અન્નદાતાઓની વેદના અને સંઘર્ષ દેખાતા નથી." તેમણે આક્ષેપ કર્યો,કે એવું લાગે છે કે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ અને તેમના નફાની ખાતરી આપવી એ આ સરકારનો મુખ્ય એજન્ડા બની ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sonia Gandhi farmers protest modi government ખેડૂત આંદોલન મોદી સરકાર સોનિયા ગાંધી farmers protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ