બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / first Navratri after the renovation of the Pavagadh temple

શ્રદ્ધા / પાવાગઢ મંદિરના નવીનીકરણ બાદ પ્રથમ નવરાત્રી, દુધિયા તળાવમાં સ્નાનનો મહિમા, 1 લાખથી વધુ ઉમટ્યા માઈ ભક્તો

Mahadev Dave

Last Updated: 10:04 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવગઢમાં મહાપર્વ નવરાત્રીને  લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુમાં ભક્તોએ દુધિયા તળાવમાં સ્નાન કરીને પરંપરાને અકબંધ રાખી હતી.

  • પાવગઢમાં મંદિરના નવીનીકરણ બાદ પ્રથમ નવરાત્રી
  • નવરાત્રીને લઇ ખેલૈયાઓમાં ઉત્સાહ 
  • દુધિયા તળાવમાં સ્નાન કરવાનો છે મહિમા

માં શક્તિની ઉપાસના અને ભક્તિના મહાપર્વ આશો નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સદીઓ બાદ નિજ મંદિર શિખર પર ધ્વજારોહણ અને મંદિરના નવીનીકરણ કર્યા બાદની પ્રથમ નવરાત્રી ઉજવાઇ રહી છે. જે જોતા વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ અને રોપ વે સેવા આપતી ઉષા બ્રેકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

 ભક્તોએ  પાવાગઢ દુધિયા તળાવમાં સ્નાન કર્યું
ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વના અગાઉ દિવસે એટલે કે અમાસના દિવસે મધ્યપ્રદેશ અને અન્ય માઇ ભક્તોએ પાવાગઢ દુધિયા તળાવમાં સ્નાન કર્યા બાદ  મંદિરમાંથી જ્યોત લઈ જવાની પરંપરા છે. જેને લઈ આજે ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. બીજી તરફ પદયાત્રીઓ અને યાત્રાળુ સંઘ  મોડી સાંજે પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા જેઓ રાત્રિ રોકાણ કરી  વહેલી સવારે પ્રથમ નોરતે માતાજીના દર્શન  કરશે.

વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું 
કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળીના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રી હશે જયારે તેઓ તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજીના દર્શન કરી શકશે. એમાંય પાવાગઢના નવીનીકરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કરી પાવાગઢની તમામ સુવિધાઓનું લોકાર્પણ કર્યું ત્યારથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી રહ્યા છે. જે જોતાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારુ આયોજન કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી,સ્લોટ મુજબ દર્શન વ્યવસ્થા, નવરાત્રિ દરમિયાન નિજ મંદિર વહેલું ખુલ્લું મુકવા,સફાઈ કામગીરી સહિતનું આયોજન કરાયું 

પોલીસ જવાનો ખડેપગે 
ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને લઈ મંદીર અને યાત્રિકોની સુરક્ષાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડીવાયએસપી, પીઆઇ, પી.એસ.આઈ જેવા અધિકારીઓ સહિત એક હજારથી વધુ પોલીસ જવાનો અને એસઆરપીની ટુકડી બંદોબસ્તમાં તૈનાત કરવાનું આયોજન કરાયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pavagadh ખેલૈયાઓમાં ઉત્સાહ દુધિયા તળાવમાં સ્નાન પરંપરા પાવગઢ મહાપર્વ નવરાત્રી navratri 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ