બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / firoz nadiadwala for not paying 2 crore dues and says they wont allow welcome 3 shoot

બોલિવુડ ન્યુઝ / હજુ તો શૂટિંગ શરૂ નથી થયું ત્યાં તો વિવાદમાં ઘેરાયું Welcome 3, મેકર્સ પર લાગ્યા ગંભીર આક્ષેપ, જાણો શું

Bijal Vyas

Last Updated: 07:50 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલકમ ફિલ્મનો ત્રીજો ભાગ જેનું નામ વેલકમ ટુ ધ જંગલ છે. ફિલ્મનો પ્રોમો રિલીઝ થયાના થોડા દિવસો બાદ વેલકમ 3ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.

  • પ્રોમો રિલીઝ થયાના થોડા દિવસો બાદ વેલકમ 3ને લઈને વિવાદ શરૂ થયો
  • આગળ શૂટની પરમિશન નહીં આપે બીએન તિવારી
  • ફિલ્મ વેલકમ 3 આવતા વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે

welcome 3: અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ OMG 2 એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. તે જ સમયે, તાજેતરમાં તેની ફિલ્મ વેલકમ 3 નો પ્રોમો રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ઘણા કલાકારો જોવા મળવાના છે. આ વેલકમ ફિલ્મનો ત્રીજો ભાગ છે, જેનું નામ વેલકમ ટુ ધ જંગલ છે. ફિલ્મનો પ્રોમો રિલીઝ થયાના થોડા દિવસો બાદ વેલકમ 3ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.

તાજેતરમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે ફિરોઝ નડિયાદવાલાને ચૂકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે અને કલાકારોને શૂટિંગ રોકવા માટે સમર્થન આપવા વિનંતી પણ કરી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ફિરોઝ નડિયાદવાલાએ 2 કરોડ રૂપિયા આપ્યા હતા
મીડિયા સાથે વાત કરતા, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના પ્રમુખ બીએન તિવારીએ જણાવ્યું હતું કે, અમે અક્ષય કુમાર અને દિશા પટણી સહિત ફિલ્મના અન્ય તમામ કલાકારોને જાણ કરી છે કે ફેડરેશન દ્વારા ઇન-કોર્પોરેશન જાહેર કરવામાં આવ્યું છે. ફિરોઝ નડિયાદવાલાએ ચુકવણીમાં ડિફોલ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, જ્યાં સુધી ટેકનિશિયનના 2 કરોડ રૂપિયાના ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તેમને ફિલ્મનું શૂટિંગ ન કરવું જોઈએ.

2015 થી નાણાં છે બાકી 
આ સાથે તેણે કહ્યું કે ફિરોઝ નડિયાદવાલાએ 2015માં વેલકમ 2ના ટેકનિશિયનોને ચૂકવણી કરી હતી અને આ રકમ લગભગ 4 કરોડ રૂપિયા હતી, જે હવે ઘટીને 2 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો કે, ચેક જમા કરાવ્યા બાદ નડિયાદવાલાએ તેની ચુકવણી અટકાવી દીધી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

શૂટની પરમિશન નહીં આપે બીએન તિવારી
બીએન તિવારીએ વધુમાં કહ્યું કે, તેઓ ફિરોઝ નડિયાદવાલાને ત્યાં સુધી શૂટ નહીં કરવા દે, જ્યાં સુધી તેઓ તેમની બાકી રકમ ચૂકવશે નહીં. આ સાથે તેણે કહ્યું કે, 2015માં ઇન-કોર્પોરેશન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેનો અમલ કરશે, કારણ કે તેણે આખરે તેની આગામી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે અને અમે નહીં કરીએ. જ્યાં સુધી ચુકવણી પૂરી ન થાય ત્યાં સુધી તેને શૂટ કરવાની પરમિશન નહીં આપીએ.

આ કલાકારો જાવો મળશે ફિલ્મ વેલકમ 3માં
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અક્ષય કુમારના જન્મદિવસ એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ વેલકમ ટુ ધ જંગલનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ઘણા કલાકારો જોવા મળવાના છે. અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં સંજય દત્ત, અરશદ વારસી, રવિના ટંડન, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ, લારા દત્તા જેવા કલાકારો છે. આ ફિલ્મ આવતા વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Film shoot Welcome 3 બોલિવુડ ન્યુઝ વેલકમ 3 નો પ્રોમો રિલીઝ વેલકમ 3ને લઈને વિવાદ શરૂ વેલકમ ટુ ધ જંગલ વેલકમ ફિલ્મનો ત્રીજો ભાગ entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ