બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Films 'Yaaryan 2' and 'Ganapat' flopped at the box office, earning so much on the first day of release

મનોરંજન / બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી ફિલ્મ 'યારિયાં 2' અને 'ગણપત', રિલીઝના પહેલા દિવસે આટલી કરી કમાણી

Megha

Last Updated: 10:42 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈગર શ્રોફની ફિલ્મ 'ગણપત' અને દિવ્યા ખોસલા કુમારની ફિલ્મ 'યારિયાં 2' 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે વધારે કલેક્શન કરી શકી નથી

  • 'યારિયાં 2' અને ટાઈગર શ્રોફની 'ગણપત' ફિલ્મ થઈ રિલીઝ 
  • બોક્સ ઓફિસ પર 'ગણપત' અને 'યારિયાં 2' વચ્ચે ટક્કર 
  • ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે

એક તરફ થલપતિ વિજયની 'લિયો' રિલીઝ થઈ હતી અને દિવ્યા ખોસલા કુમારની 'યારિયાં 2' અને ટાઈગર શ્રોફની 'ગણપત' પણ થિયેટરોમાં આવી ગઈ છે. દરેકને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ કમાણીના આંકડા દર્શાવે છે કે ફિલ્મે ખાસ કમાણી કરી નથી. 

ટાઈગર શ્રોફ, કૃતિ સેનન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'ગણપત' અને દિવ્યા ખોસલા કુમારની ફિલ્મ 'યારિયાં 2' 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બંને ફિલ્મોને લોકો તરફથી સારા રિવ્યુ પણ મળ્યા છે. બોક્સ ઓફિસ પર 'ગણપત' અને 'યારિયાં 2' વચ્ચે પણ ટક્કર છે. 'ગણપત' અને 'યારિયાં 2' બોક્સ ઓફિસ પર પહેલા દિવસે વધારે કલેક્શન કરી શકી નથી. ફિલ્મના પહેલા દિવસનું પ્રારંભિક કલેક્શન સામે આવ્યું છે. ફિલ્મ 'ગણપત' જબરદસ્ત એક્શન પર આધારિત છે અને 'યારિયાં 2' સંબંધો પર આધારિત છે. 

ફિલ્મ ગણપતનું પ્રથમ દિવસનું કલેક્શન 
ફિલ્મ 'ગણપત'ને સોશિયલ મીડિયા પર લોકો તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે. બોલિવૂડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની બહુપ્રતિક્ષિત ફિલ્મમાં એક્શન સીન્સ જોઈને ચાહકો દંગ રહી ગયા છે. 'ગણપત'માં કૃતિ અને ટાઈગર સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ છે. ફિલ્મ 'ગણપત'ના પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર થયું છે. એક અહેવાલ મુજબ, ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે અપેક્ષા કરતા ઘણી ઓછી છે. 

'યારિયાં 2'ની પ્રથમ દિવસની કમાણી 
'યારિયાં 2' એ દિવ્યા ખોસલા કુમાર, યશ દાસગુપ્તા અને અનસ્વરા રાજન અભિનીત મલ્ટી-સ્ટારર ફિલ્મ છે. નિર્માતાઓને આશા હતી કે ફિલ્મ સારો દેખાવ કરશે, પરંતુ એવું કંઈ થયું નહીં અને ફિલ્મની કમાણી પહેલા દિવસે જ લાખો સુધી મર્યાદિત રહી. ફિલ્મને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો અને હવે ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, 'યારિયાં 2' એ રિલીઝના પહેલા દિવસે માત્ર 60 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

જ્યાં એક તરફ થાલપતિ વિજયની ફિલ્મ લિયો 19મી ઓક્ટોબરે રિલીઝ થઈ હતી, તો બીજી તરફ ટાઈગર શ્રોફની ફિલ્મ ગણપત 20મી ઓક્ટોબરે એન્ટ્રી કરી હતી. તે જ સમયે, દિવ્યા ખોસલા કુમારની 'યારિયાં 2' પણ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવી ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ બંને ફિલ્મોની 'યારિયાં 2'ની કમાણી પર ખરાબ અસર પડી છે. હવે વીકેન્ડ પર જોવાનું રહેશે કે આ ફિલ્મ કંઇક કમાલ કરી શકે છે કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ