બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Fierce fight between passengers in flight coming from Bangkok to India, video viral on social media

વાયરલ / અલ્યા એ! બેંગકૉકની ફ્લાઇટમાં ST બસ જેવા હાલ: બબાલ જોઈ એરહૉસ્ટેસના શ્વાસ થઈ ગયા અદ્ધર, જુઓ વીડિયો

Megha

Last Updated: 10:52 AM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગકોકથી આવતી ફ્લાઈટમાં પેસેન્જરોએ માત્ર ઝઘડો જ નહી પણ મારપીટ પણ કરી હતી, એ સમયે પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વાયરલ થયો વિડીયો..

  • પ્લેનમાં બે યાત્રીઓ વચ્ચે થયો ઝઘડો
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો 

આપણે દરેક લોકોએ ઘણીવાર બસ અને ટ્રેનમાં સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતાં જોયા હશે પણ હાલ એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જમીનથી હજારો મીટરની ઉંચાઈ પર પણ સીટ માટે ઝઘડતા લોકો જોવા મળી આવ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે બેંગકોકથી આવતી ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરોએ માત્ર ઝઘડો જ નહી પણ મારપીટ પણ કરી હતી અને એ સમયે પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

વાયરલ થયો વિડીયો
જણાવી દઈએ કે વાયરલ થયેલ આ વિડીયોમાં બે માણસો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે જ્યારે વિમાનના ક્રૂ મેમ્બર્સ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડીક જ સેકન્ડોમાં આ ઝઘડો લડાઈમાં ફેરવાઈ જાય છે અને એક માણસ તેના સાથીઓ સાથે સામે રહેલ વ્યક્તિને મારવા લાગે છે. 

વાયરલ થયેલ આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ તેના ચશ્મા ઉતરે છે અને એ પછી બીજા વ્યક્તિને મારવા લાગે છે. એ સાથે જ માર મારતી વ્યક્તિના મિત્ર પણ સામે વાળી વ્યક્તિને માર મારવા લાગે છે. જો કે વિડીયોમાં જોઈ શકાય છે કે સામે વાળી વ્યક્તિ વળતો પ્રહાર નથી કરતો અને એ માત્ર પોતાનો બચાવ કરે છે. 

આ સાથે જ વીડિયોમાં કેબિન ક્રૂ અને બીજા મુસાફરો લડાઈ બંધ કરવાનું કહેતા સાંભળી શકાય છે. હાલ આ ઘટના બેંગકોકથી કોલકાતાની ફ્લાઈટમાં બની હોવાનું કહેવાય છે અને આ મામલે થાઈ સ્માઈલ એરવેઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ સિવાય યુવક પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. 

ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો પણ થયો હતો વાયરલ 
જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઈસ્તાંબુલ-દિલ્હી ફ્લાઈટમાં ઈન્ડિગોની એર હોસ્ટેસનો એક મુસાફર સાથે ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો હતો. અને એ વીડિયોમાં કેબિન ક્રૂનો એક સભ્ય યાત્રીઓને ભોજન પીરસી રહ્યો હતો ત્યારે વિવાદ શરૂ થયો હતો અને એ પછી એર હોસ્ટેસે પેસેન્જરને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ સાથે જ ક્રૂ સાથે નમ્રતાથી વાત કરવા વિનંતી કરી હતી પણ એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે દલીલબાજી વધી ગઈ ત્યારે એર હોસ્ટેસે પેસેન્જરને કહ્યું કે તમે મારી સાથે આ રીતે વાત ન કરી શકો. હું પણ અહીં એક કર્મચારી છું, તમારી નોકર નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ